ગુજરાત/ સ્વામિનારાયણ ધામ સોખડા, કોણ બેસશે ગાદી પર, બંને જૂથનું આમને સામને શક્તિ પ્રદર્શન

જર અને જમીનની લાલસા સંસાર ત્યાગ્યા પછી પણ નથી છૂટતી. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામી ના દેવલોક બાદ કોણ ગાદી પર બેસશે તેને લઈને વિવાદ ઉભો થયો છે.

Top Stories Gujarat
જર અને જમીનની લાલસા સંસાર ત્યાગ્યા પછી પણ નથી છૂટતી. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામી ના દેવલોક બાદ કોણ ગાદી

જર જમીન ને જોરુ ત્રણેય કજીયાના છોરું- રાજકીય નેતાઓ સત્તા માટે લડે, તો સંસારથી અલિપ્ત થઈને સાધુ બનેલા સંતો પણ અવાર નવાર જર જમીન  માટે કજીયે ચઢતા જોવા મળે છે. જર અને જમીનની લાલસા સંસાર ત્યાગ્યા પછી પણ નથી છૂટતી. તેમાં પણ સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરના છાસ વારે સમાચારોમાં ચમકતા રહે છે.  હવે સ્વામિનારાયણ ધામ સોખડા ચર્ચામાં આવ્યું છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામી ના દેવલોક બાદ કોણ ગાદી પર બેસશે તેને લઈને વિવાદ ઉભો થયો છે. જેના લીધે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી ના સંતો અને હરિભક્તો બે ગ્રૂપમાં વહેંચાઇ ગયા છે.

એવામાં જાણકારી સામે અવી છે કે, હરિધામ સોખડાની ગાદી મેળવવા બંને જુથના શક્તિ પ્રદર્શન થયા છે. પ્રમોદ સ્વામી જુથનું લાભવેલમાં અને પ્રેમ સ્વરૂપ જુથનું કરજણમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. સોખડા મંદિરમાં નજરકેદ પ્રમોદ સ્વામીને સંમેલનમાં જવા દેવામાં આવ્યા નહોતા. વેબસાઇટ પર થી પ્રબોધ સ્વામીની તસવીરો હટાવી દેવામાં આવી હતી. સુરત પાસેના ના સંમેલન માં 136 ઘર મંદિર માં પ્રબોધ સ્વામીની મૂર્તિ મુકવાનું નક્કી કરાયું હતું.

જ્યારે થોડા દિવસ પહેલા સોખાડા મંદિરને લઈને વિવાદ સામે આવ્યો હતો. જેમાં સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીના કોલર પકડી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ભક્તો દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. જ્યારે ડી.વાય એસ.પી, તાલુકા પોલીસ અને મામલતદારે સોખડા મંદિર ખાતે તપાસ આરંભવામાં આવી હતી. તેના કારણે સોખડા મંદિરમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયુ હતું.

નોંધનીય છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા માટે થોડા સમય પહેલા સંતોનો વીડિયો શરુ થયો હતો. આ સોખડા મંદિરના સંતોનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની આ વીડિયોમાં ચર્ચા થઈ રહી હતી. ટ્રસ્ટી અશોક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનો આ વીડિયો સામે આવ્યો હતો. જેમાં પ્રબોધજીવન સ્વામી પર દબાણ કરવામાં આવ્યું હતું. પ્રેમસ્વરૂપ સ્વામમીને મંદિરની બાગડોર સોંપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આસ્થા / 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી, પ્રથમ દિવસે આ પદ્ધતિથી કરો કલશની સ્થાપના, જાણો શુભ સમય