ગુજરાત/ 7 જાન્યુઆરીએ ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટ હેતુ યોજાશે સ્વસ્થ આરોગ્ય સેમિનાર

ગુજરાતમાં એકબાજુ કોરોના-ઓમિક્રોન કેસમાં વધારો તો બીજી બાજુ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત – 2022 સમિટ અને પ્રિ-સમિટનાં આયોજનમાં વ્યસ્ત બન્યા છે.

Gujarat Others
વાઇબ્રન્ટ સમિટ
  • પ્રિ-વાઇબ્રન્ટ સમિટ હેતુ સ્વસ્થ આરોગ્ય સેમિનાર
  • 7 જાન્યુઆરીએ ગાંધીનગરમાં સેમિનાર
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન
  • કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા રહેશે ઉપસ્થિત
  • વિશ્વ અને કેન્દ્રની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ રહેશે હાજર
  • તમમ માટે સારૂં સ્વાસ્થ્યના સંદેશ સાથે પ્રિ-વાઇબ્રન્ટ સમિટ

ગુજરાતમાં એકબાજુ કોરોના-ઓમિક્રોન કેસમાં વધારો તો બીજી બાજુ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત – 2022 સમિટ અને પ્રિ-સમિટનાં આયોજનમાં વ્યસ્ત બન્યા છે. દરમ્યાન 7 મી જાન્યુઆરીએ કેન્દ્રસરકાર વૈશ્વિક સંસ્થા અને ગુજરાત સરકારની અનેકવિધ સંસ્થાનાં સંયુક્ત સહકારથી તમામ માટે સંપૂર્ણ અને સારું સ્વાસ્થ્ય સમિટનું આયોજન થયું છે. જેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – રાસાયણિક ખાતર ના ભાવ માં ફરી ભડકો.. /  રૂ 1040 ની પોટાશ ની બેગ હવે રૂ 1780 માં પડશે ,રૂ 740 પર બેગે ખેડૂતો ને વધુ ચૂકવવા પડશે..

ગુજરાતમાં જાન્યુઆરી 10 થી 12 ત્રિદિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થયું છે. સમિટ અગાઉ પણ પ્રિ-વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. જેના ભાગરૂપે તારીખ 7 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરનાં આંગણે અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થયેલી લીલા હોટલમાં સૌ-પ્રથમવાર પ્રિ-વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે પ્રિ-આરોગ્ય સમિટને ખુલ્લી મૂકવામાં આવશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ સમિટમાં હ્યુમન ડેવલપમેન્ટ પ્રેક્ટિસનાં ઉચ્ચઅધિકારી કેમિલા હોલમેમો, યુનિસેફનાં વડા યસુમાસા કિમુરા, ભારત સરકારનાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનાં અધિક સચિવ ડો.આરતી આહુજા ઉપરાંત કેન્દ્ર સરકારનાં આરોગ્ય વિભાગ હસ્તકનાં આયુષ વિભાગનાં ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહીને વિવિધ વિષયો પર પ્રવચન આપશે. સમિટમાં ત્રણ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રિ-આરોગ્ય સમિટમાં ત્રણ સેશનનાં વિષય

-પ્રથમ સેશન   –  આરોગ્ય અને મેડિકલ સેવા

-દ્વિતીય સેશન –  ટેલિ મેડીસીન અને આરોગ્યલક્ષી ટેકનોલોજી

-તૃતિય સેશન   –  આયુષ

આ પણ વાંચો – intersting / આનંદ મહિન્દ્રાએ આ તસવીર સાથે શા માટે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કારણ જાણીને તમે ભાવુક થઈ જશો

વાઇબ્રન્ટ સમિટમાં ખ્યાતિપ્રાપ્ત તબીબો ઝાયડસ હોસ્પિટલનાં ચેરમેન ડો.પંકજ પટેલ, ચેન્નાઇ અપોલો હોસ્પિટલનાં ડિરેક્ટર ડો. અનુપમ સિબ્બલ, કેરળની વેરિઅર આયુર્વેદ કોલેજનાં પ્રિન્સિપાલ પ્રા.સી.વી.જયદેવન અને અમદાવાદ સ્થિત એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનાં વૈદ્ય ભાવેશ જોષી અલગ-અલગ વિષયનાં નિષ્ણાતો સ્વાસ્થ્ય સુખાકારી અંગે વિવિધ વિષયનાં પ્રવચન અને પ્રેઝન્ટેશન કરશે. આ ઉપરાંત પણ ત્રણ સેશનમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર સહિતનાં વિવિધ વિષયમાં આરોગ્ય નિષ્ણાતો પ્રવચન આપીને આગામી સમયમાં ભારત સંપૂર્ણ સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવાનો સંદશ પાઠવવામાં આવશે.