Not Set/ નાની મજેઠી પાસે બાયો ડીઝલ 11000 લિટરનો ગેરકાયદેસર ભૂગર્ભ ટાંકો ઝડપાયો,રૂ. 8.05લાખનો મુદામાલ ઝબ્બે 

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના નાની મજેઠી ગામની મુરલીધર હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. જેમાં હોટલના ગ્રાઉન્ડમાંથી બાયો

Gujarat Trending
tako નાની મજેઠી પાસે બાયો ડીઝલ 11000 લિટરનો ગેરકાયદેસર ભૂગર્ભ ટાંકો ઝડપાયો,રૂ. 8.05લાખનો મુદામાલ ઝબ્બે 

સચિન પીઠવા-સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના નાની મજેઠી ગામની મુરલીધર હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. જેમાં હોટલના ગ્રાઉન્ડમાંથી બાયો ડીઝલનો ગેરકાયદેસર ભૂગર્ભ ટાંકો ઝડપી પાડી 11000 લિટર બાયો ડીઝલ, મોટર અને હાઇડ્રોલિક પંપ સાથે રૂ. 8.05લાખનો મુદામાલ ઝબ્બે કર્યો હતો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલિસ સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધરી સુરેન્દ્રનગર જીલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ અને સ્ટોરેજ કરાતું હોય એ અંગે બાતમીના આધારે મામલતદાર કે.એસ.પટેલ, જીલ્લા પુરવઠા અધિકારી કચેરીના પુરવઠા નિરીક્ષક, પાટડી પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ સાથે અમદાવાદ કચ્છ હાઇવે પર નાની મજેઠી ગામના પાટીયા પાસે આવેલી મુરલીધર હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરતા હોટલના ગ્રાઉન્ડમાં ભૂગર્ભ ટાંકો બનાવી બાયોડીઝલનો જથ્થો છુપાવી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ઝડપી બાયોડીઝલ લિટર 11000, કિંમત રૂ. 7,70,000, આઉટલેટ નંગ-1, કિંમત રૂ. 25,000 તથા મોટર નંગ-1, કિંમત રૂ. 3000, હાઇડ્રોલિક પંપ- 1, કિંમત રૂ. 7000 મળી કુલ રૂ. 8,05,000ના મુદમાલ સાથે સુરેન્દ્રનગરના મુકેશભાઇ નરેન્દ્રભાઇ નરીયાધારાને પકડી સઘન પુછપરછ કરતા બાયોડીઝલના ધંધાના માલિક મયુરસિંહ જગદીશસિંહ ઝાલા ( રહે-ઝાંપાદર, તા.વઢવાણ )ના કહેવાથી રાખેલા બાયોડીઝલના ત્રણ કન્ટેઇન (સેમ્પલ) મેળવી એફએસએલમાં પૃથ્થકરણ માટે મોકલી આપી બાકીનો બાયોડીઝલના જથ્થા સહિતનો મુદામાલ શીલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, વાજસુરભા, જુવાનસિંહ, હિતેષભાઇ અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.

majboor str 4 નાની મજેઠી પાસે બાયો ડીઝલ 11000 લિટરનો ગેરકાયદેસર ભૂગર્ભ ટાંકો ઝડપાયો,રૂ. 8.05લાખનો મુદામાલ ઝબ્બે