Not Set/ આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા

સાવલી તાલુકાના મોકસી ગામે 21 વર્ષીય યુવા પ્રેમી પંખીડાંએ આપણને આ દુનિયા સાથે નહિ જીવવા દે તેવું લાગતાં ગત રાત્રીએ મોકસી ગામની સીમમાં ખેતરમાં લીમડાના ઝાડ પર લટકી જઈ

Gujarat Trending
savli couple suicide આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા

સંદીપ જેસડિયા, સાવલી@ મંતવ્ય ન્યૂઝ

સાવલી તાલુકાના મોકસી ગામે 21 વર્ષીય યુવા પ્રેમી પંખીડાંએ આપણને આ દુનિયા સાથે નહિ જીવવા દે તેવું લાગતાં ગત રાત્રીએ મોકસી ગામની સીમમાં ખેતરમાં લીમડાના ઝાડ પર લટકી જઈ જીવનનો અંત કર્યો હતો. બનાવની જાણ ગ્રામજનોને થતાં લોકટોળા ઉમટીપડ્યા હતા અને ભાદરવા પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી ભાદરવા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

savli couple suicice 2 આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા

મૂળ વડોદરાજિલ્લાના શાકરદા ગામના બે શ્રમજીવી પરિવારો મજૂરી અર્થે સાવલી તાલુકાના મોકસી ગામે ચાવડાવગા વિસ્તારમાં વસવાટ કરી રહેતાં હતાં, જ્યાં બળવંતભાઈ,નટુભાઈ ચાવડાની 21 વર્ષીય પુત્રી સીમાબેનની ઘર સામે જ રહેતા 21 વર્ષીય હરીશભાઈ સાથે બે વર્ષ ઉપરાંત સમય થી આંખો મળી હતી ,બંને પ્રેમીપંખીડા ફરાર પણ થઈ ગયા હતા.

sima આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા

જેની ફરિયાદ ભાદરવા પોલીસ ના ચોપડે નોંધાઇ હતી જેતે સમયે ભાદરવા પોલીસે ભાગેડુ પ્રેમીપંખીડાંઓને પકડી લાવી બંને પક્ષકારોને સામસામે સમાધાન કરાવી બાંહેધરી લખાવી તેવોના વારસદારોને સુપરત કર્યા હતાં, પણ હરીશભાઈના પિતાના જણાવ્યા અનુસાર ગત રાત્રી એ પ્રેમી હરીશભાઈ ઘરે જમ્યા પછી ગાયબ થયા હતાં.જ્યારે પ્રેમીકા સીમાબેનના પિતા પણ પોતાની પુત્રી સીમા પણ ઘરેથી ગુમ હોવાથી શોધખોળ માટે નીકળ્યા હતા, અને હરીશભાઈના પિતા ને જણાવ્યું હતું કે મારી પુત્રી પણ કાંઈ પણ કહ્યા વગર રાત્રીએ ક્યાંક જતી રહીછે, મોડી રાત થવાના કારણે સવારે વધુ તપાસ કરવાનું નક્કી કરાયુ હતું.

harish આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા

પણ સવારે મોકસી ગામના ખેડૂતો ખેતીના કામે ખેતરે જતાં મોકસી ગામની સીમના ખેતરમાં લીમડાના ઝાડ પર સાડી થી લટકેલી હાલતમાં જોડા ને જોતાં હેબતાઈ ગયાં હતાં અને ગ્રામજનો ને વાત કરતાં લોકટોળા ઘટનાસ્થળે ઉમટીપડ્યા હતાં.ઓળખી મૃતકના વારસો સહિત ભાદરવા પોલીસને પણ ઘટનાની જાણ કરાઈ હતી, ભાદરવા પોલીસે લાશનો કબજો મેળવી પી,એમ,કરાવવાની તજવીજ હાથધરી આગળ ની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે લીમડાના ઝાડ પાસે ભૂરારંગનું પ્રવાહીની બોટલો પણ પડેલી હાલતમાં હતી ઘટના ને પગલે મોકસી પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.

majboor str 4 આ ગામમાં ખેતરમાં 21 વર્ષીય પ્રેમી પંખીડાંએ લીમડાનાં ઝાડ પર લટકી સજોડે કરી આત્મહત્યા