Ahmedabad/ વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં 1ની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

અમદાવાદમાં બુધવાર સાંજે વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી થઇ હતી. જેમાં એક………..

Gujarat Top Stories
Image 8 2 વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં 1ની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં એક પોલીસ ઈન્સપેક્ટર સહિત 14 લોકો સામે હત્યા અને રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. મંદિરના જીર્ણોદ્વારમાં પત્રિકામાં નામ છપાવવાને લઈ વિવાદ ઝઘડામાં પરિણમ્યો હતો. જેમાં 1 વૃદ્ધ મહિલાનું મોત નિપજતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ખોડાભાઈ ખેતાભાઈ ભરવાડની ધરપકડ કરાઈ છે. હત્યા અને રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડનું નામ ખુલ્યું છે. વસ્ત્રાપુર પોલીસે પીઆઈની ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.

અમદાવાદમાં બુધવાર સાંજે વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી થઇ હતી. જેમાં એક વૃદ્ધા લીરીબેન ભરવાડનું પથ્થર વાગવાથી મોત નિપજ્યું હતું. બંને પક્ષે કુલ 14 લોકો સામે હત્યા અને રાયોટિંગની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ તપાસમાં આરોપી ખોડાભાઈ ખેતાભાઈ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. પી.આઈ. ગોવિંદ ભરવાડ વોન્ટેડ છે.

આ પથ્થરમારાના સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા પોલીસમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા P.I. ગોવિંદ ભરવાડનું નામ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. P.I. વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વધુમાં, પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલાની વિગતવાર તપાસ હાથ ધરી છે અને P.I. ગોવિંદ ભરવાડની ધરપકડ કરવા વસ્ત્રાપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન