વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી અને ગુરૂભક્તિ સંભવસ્વામીએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ છે. તેમની વિરુદ્ધ ચકસાલી પોલીસમાં નોંધવામાં આવી હતી. સ્વામી પર આરોપ છે કે તેઓએ આ શિષ્યને અલગ અલગ જગ્યાએ લઇ જઇને તેની મરજી વિરુદ્ધ આ કૃત્ય કર્યું હતું એટલુ જ નહીં જો આ વાત કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે આ મામલે પોલીસે સંતના નિવાસસ્થાને જઈને તેમના રૂમની તપાસ કરી હતી. એફએસએલની હાજરીમાં આ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતાં કેટલાક શંકાસ્પદ નમૂના પણ લેવામાં આવ્યાં છે. જો કે હાલ આ કેસમાં સુવ્રત સ્વામી તથા ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંતવલ્લભસ્વામી સામે ફરિયાદ થતાં ત્રણેવ જણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે.
સોમવારે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સગીર સાથે સ્વામીએ કરેલા સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય મામલે પોલીસે સંતના રૂમની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી કાંઈ મળ્યું નહોતું પરંતુ કેટલાક શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે.
તેમણે છેલ્લે કોની સાથે વાત કરી છે તે જાણવા માટે કોલ ડિટેઇલ્સ કઢાવી છે. આ કેસમાં અન્ય સ્વામીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.