heartattack/ ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં નાની વયના લોકોને પણ હાર્ટ એટેકથી મોત થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં ત્રણ સંતાનોના પિતાને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયુ હતું.

Top Stories Gujarat
Heart attack ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં નાની વયના લોકોને પણ હાર્ટ એટેકથી મોત Heart Attack થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં ત્રણ સંતાનોના પિતાને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયુ હતું.

મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની Heart Attack અને હાલમાં સુરતના કામરેજ કેનાલ રોડ પાસે રહેતા વિનુભાઈ મકાભાઈ કલસરીયા [ઉં.43] રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ 11 વાગ્યે નાસ્તો કરીને પોતાના રૂમમાં સુઈ ગયા હતા.

તે દરમિયાન બપોરના સમયે આશરે દોઢેક વાગ્યે તેઓની Heart Attack પત્ની તેમને રૂમમાં ઉઠાડવા માટે ગયા હતા પરંતુ તેઓ ઉઠ્યા ન હતા. જેથી પરિવારના સભ્યોએ વિનુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા છે.

વધુમાં વિનુભાઈને સુતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા Heart Attack તેઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. વિનુભાઈને બે પુત્ર અને એક પુત્રી છે. ત્રણેય સંતાનો હાલમાં અભ્યાસ કરે છે. વિનુભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ રીતે નાની વયના લોકોના અચાનક હાર્ટ એટેકથી થતાં મોત Heart Attack અંગે હૃદયરોગ નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી જતી લાઇફસ્ટાઇલની સાથે પોષણવિહીન ખોરાક ઉપરાંત ખોરાકની નબળી ગુણવત્તાની જોડે શારીરિક શ્રમનો અભાવ મુખ્ય કારણ છે. તેમા પણ કોરોના પછી તો આ રીતે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘણો ઉછાળો આવ્યો છે.

લોકો ક્રિકેટ રમતા, નાચતા-ગાતા, મજાકમસ્તી કરતા, ચાલતા Heart Attack જતા મોતને ભેટવા લાગ્યા છે. હૃદયરોગના નિષ્ણાત અને હૃદયને લગતી કેટલીય સર્જરી કરનારા નિષ્ણાત પોતે પણ આ રીતે હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા છે.

 

આ પણ વાંચોઃ ચોમાસાની જમાવટ/ અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી, રાજ્યના 27 જીલ્લામાં બેઠું ચોમાસું

આ પણ વાંચોઃ Amazon Invest:/ એમેઝોન 2030 સુધીમાં ભારતમાં 20 લાખ લોકોને રોજગાર આપશે, IT રાજ્ય મંત્રીએ આપી માહિતી

આ પણ વાંચોઃ Manipur/ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, મણિપુર મુદ્દે વાતચીત

આ પણ વાંચોઃ IND VS WI/ કેપ્ટન રોહિત શર્મા આ 5 ખેલાડીઓને એકસાથે ટીમમાંથી ડ્રોપ કરશે! વિરાટના ફેવરિટ પણ સામેલ છે

આ પણ વાંચોઃ NIA Raid/ જમ્મુ-કાશ્મીરમાં એનઆઇએના છ સ્થળોએ દરોડાઃ અલગતાવાદી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી