વડોદરા
ગઈકાલે વડોદરામાં વરસાદ છુટો છવાયો વરસ્યો હતો. ત્યાર પછી ગોત્રી, અલકાપુરી, ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર, ગોરવા, સુભાનપુરા જેવા વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેના લીધે નીચાણવાળા વિસ્તારો ખુબ જ પાણી ભરાઈ ગયા છે, પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરામાં વધુ વરસાદ થતા અલકાપુરી વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા. મોલ્સ અને દુકાનો બંધ રાખવાનો વારો આવ્યો હતો. દિવસભર ટ્રાફિકથી ધમધમતો વિસ્તારમાં સુમસામ જોવા મળ્યો હતો..તેમજ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો.
તો બીજીબાજુ વડોદરામાં વધુ વરસાદથી સ્ટેશન વિસ્તારનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું હતું. ચારેય બાજી પાણી ભરાવાના કારણે રેલવે સ્ટેશન પર જવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે સ્ટેશનના ગરનાળામાં બસ ફસાઈ હતી. જેથી રેસકોર્સ અલકાપુરીથી આવતા વાહનચાલકો અટવાયા હતા.