Suicide In Surat/ ‘હું તમને છોડીને જવ છું’  કિશોર ગોહીલ નામના આધેડે  સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા

સુરત: અડાજણમાં કિશોર ગોહીલ નામના આધેડે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી. PSIના ત્રાસથી આધેડે આત્મહત્યા કરી હોવાનો પરીવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2024 03 07T113741.349 'હું તમને છોડીને જવ છું'  કિશોર ગોહીલ નામના આધેડે  સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા

સુરત: અડાજણમાં કિશોર ગોહીલ નામના આધેડે સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી. PSIના ત્રાસથી આધેડે આત્મહત્યા કરી હોવાનો પરીવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજકાલ આત્મહત્યાના બનાવો વધ્યા છે. લોકો બેરોજગારી અને આર્થિક સમસ્યાથી પરેશાન થતા અંતે આત્મહત્યા કરતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ અડાજણના કિશોર ગોહીલ નામના આધેડે પરિચિત પાસેથી 50 હજાર ઉછીના રૂપિયા લીધા હતા. અને આ પરિચિત રૂપિયા માંગવા PSI દ્વારા ધમકી અપાવતો હતો. ઉછીના રૂપિયાને લઈને PSI  એ .એ આહીરે અનેક વખત આધેડની ધમકી આપી. પોલીસ તરફથી વારંવાર ધમકી મળતા અંતે કિશોર ગોહિલ નામના આધેડે કંટાળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું. આધેડે સુસાઈડ નોટમાં પરિવારના સભ્યોના નામ ઉદેશીને લખ્યું છે કે હું તમને છોડીનું જાવ છું. મારું ટેન્શન બહુ વધી ગયું છે. એક પોલીસ ઇન્સેપ્કટર મને પૈસા બાબતે ટોર્ચર કરે છે. દરેક સગા સંબંધીને મારા પ્રણામ. મારાથી ભૂલચુક થઈ હોય તો માફ કરી દેજો. આધેડે સુસાઈડ નોટમાં પોલીસ ઇન્સેપ્કટરનું નામ અને તેમનો નંબર પણ લખ્યો છે.

Capture 2 1 'હું તમને છોડીને જવ છું'  કિશોર ગોહીલ નામના આધેડે  સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા

પોલીસ આ મામલે હાલમાં સુસાઈડ નોટ કબજે કરી વધુ વિગત તપાસ કરી રહી છે. આ કેસમાં પીએસઆઈનો ઉલ્લેખ હોવાથી કેસ વધુ જટિલ બન્યો છે. આધેડની આત્મહત્યાના કિસ્સામાં સુસાઈડ નોટ આધેડ દ્વારા જ લખવામાં આવી છે તેમજ ખરેખર ઉછીના રૂપિયા માટે પીએસઆઈ મૌખિક ધમકી આપતા હતા કે કેમ જેવા તથ્યોની તપાસ થશે.

રાજ્યમાં અગાઉ પણ પોલીસની હેરાનગતિથી એક યુવાને આત્મહત્યા કરી હતી. જેમાં રાજકોટના લોધિકા તાલુકાના ખાંભા ગામના 36 વર્ષીય યુવાન દિપક સુથારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવાને આત્મહત્યા પહેલા વીડિયો બનાવ્યો હતો કે પીએસઆઈ હિતેન્દ્ર પટેલ ધમકી આપતા હોવાથી તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે. દિપક નામના યુવાનની પત્નની ફરિયાદ પર કેસમાં પીએસઆઈ હિતેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. આ ઘટનાને હજુ 15 દિવસ પણ પૂર્ણ થયા નથી ત્યાં વધુ એક પોલીસકર્મી દ્વારા કરાતી હેરાનગતિથી આધેડે આત્મહત્યા કરવાનું સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે. લોકોની રક્ષા કરતી પોલીસ હવે લોકોની સુરક્ષા સાથે ચેડા કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો