Not Set/ JNU હિંસા બાદ હવે અમદાવાદમાં ABVP-NSUI નાં કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારા મારી

દેશમાં આજે એક એવો સમય ચાલી રહ્યો છે જેને લઇને તમે ચિંતિત બનો તે સ્વાભાવિક છે. દિલ્હીમાં જેએનયુમાં બનેલી હિંસાએ હવે સમગ્ર દેશમાં તેનો રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે. આ મામલે આજે ગુજરાતનાં અમદાવાદમાં ABVP અને NSUI નાં કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા હવે દેશનાં અન્ય શહેરો […]

Top Stories Ahmedabad Gujarat
JNU હિંસા બાદ હવે અમદાવાદમાં ABVP-NSUI નાં કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારા મારી

દેશમાં આજે એક એવો સમય ચાલી રહ્યો છે જેને લઇને તમે ચિંતિત બનો તે સ્વાભાવિક છે. દિલ્હીમાં જેએનયુમાં બનેલી હિંસાએ હવે સમગ્ર દેશમાં તેનો રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે. આ મામલે આજે ગુજરાતનાં અમદાવાદમાં ABVP અને NSUI નાં કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે.

पुलिस ने किया लाठीचार्ज

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા હવે દેશનાં અન્ય શહેરો સુધી પહોંચી રહી છે. મંગળવારે ગુજરાતનાં અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈનાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. અહીં બંને જૂથો એબીવીપી ઓફિસની નજીક એકબીજાની સામે આવી ગયા હતા, ત્યારબાદ બંને બાજુએથી પથ્થરમારો અને લાકડીઓ ચાલવા લાગી હતી. આ દરમિયાન કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

ઉલ્લેખનીય છે કે, જેએનયુ કેમ્પસમાં કેટલાક માસ્ક પહેરીને આવેલા શખ્સોએ અંદર આવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ આઇશી ઘોષનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી સંઘે દાવો કર્યો હતો કે એબીવીપીનાં સભ્યોએ તેના પ્રમુખ આઇશી ઘોષ અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જો કે તાજેતરમાં દિલ્હી પોલીસે આ મામલે એક્શન લેતા વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 20 લોકો વિરુદ્ધ FIR નોંધી દીધી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.