Not Set/ ધ્રુજતી ધરતીથી લોકોનાં ધબકારા વધી રહ્યા છે, ફરી આવી રહી છે 26 જાન્યુઆરી ?

ગુજરાતભરનાં અનેક અલગ-અલગ વિસ્તારો પાછલા લાંબા સમયથી ધરતીકંપનાં નાના મોટા આંચકા અનુભવી રહ્યા છે. તમામ આંચકા લોકોમાં ગભરાહટનું સ્તર વધારી રહ્યા છે. ગુજરાતમાં ઉત્તર – મધ્ય – દક્ષિણ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા પાછલા લાંબા સમયથી ધ્રુજી રહી છે. જો કે, ગુજરાત આમતો હાઇ સિસ્મોલોજીકલ ઝોનમાં આવે છે, જેના કારણે ભૂકંપનાં આંચકા વતા ઓછા પ્રમાણમાં […]

Top Stories Gujarat Others
EARTHQUACK ધ્રુજતી ધરતીથી લોકોનાં ધબકારા વધી રહ્યા છે, ફરી આવી રહી છે 26 જાન્યુઆરી ?

ગુજરાતભરનાં અનેક અલગ-અલગ વિસ્તારો પાછલા લાંબા સમયથી ધરતીકંપનાં નાના મોટા આંચકા અનુભવી રહ્યા છે. તમામ આંચકા લોકોમાં ગભરાહટનું સ્તર વધારી રહ્યા છે. ગુજરાતમાં ઉત્તર – મધ્ય – દક્ષિણ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા પાછલા લાંબા સમયથી ધ્રુજી રહી છે.

જો કે, ગુજરાત આમતો હાઇ સિસ્મોલોજીકલ ઝોનમાં આવે છે, જેના કારણે ભૂકંપનાં આંચકા વતા ઓછા પ્રમાણમાં અનુભવાતા રહે છે. પરંતુ જે પેટન્ટથી હાલ આંચકા અનુભવાઇ રહ્યા છે. તે પેટન્ટનાં કારણે લોકોને 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદો તાજી થઇ રહી હોય તેવો ફફડાટ જોવામાં આવી રહ્યો છે.

પાછળા અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, જામનગર, ભાવનગર અને હવે કચ્છની ધરતી ધણધણતા સર્વત્ર ઇતિહાસનાં પૂર્નવર્તનની ચર્ચા થતી જોવામાં આવી રહી છે. જી હા સોમવારે મોડી રાત્રિથી મંગળવાર વહેલી સવાર સુધી કચ્છમાં 3 આંચકા અનુભવાયા છે.

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર યથાવત જોવા મળતા રાપરમાં 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, ભચાઉમાં 1.1 અને ખાવડામાં 1.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આમ રોજબરોજ આવી રહેલા અને વધતી જતી સંખ્યામાં આવી રહેલા આંચકાઓએ લોક માનસમાં એક પ્રકારનો ભયનો માહોલ ઉભો કરી દીધો છે. આપને જણાવી દઇએ કે બે દિવસ પૂર્વે ભાવનગરનાં મહુવામાં આવેલા આંચકાથી લોકો પોતાનાં ધરમાંથી બહેર દોડી આવ્યા હતા, તો પૂર્વે જામનગરવાસીઓને પણ આવો અનુભવ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.