Not Set/ આ શું ટાઇગર શ્રોફને પોલીસ પકડી ગઈ! બાગી 3 ના શુટિંગ દરમિયાનના ફોટો થયા લીક

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કેટલીક તસવીરો ચર્ચામાં છવાઈ રહી છે. આ તસવીરોમાં ટાઇગર શ્રોફના હાથમાં હાથકડી લગાઈ પોલીસની જીપમાં બેઠા જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોઈને લાગે છે કે પોલીસે ટાઇગર શ્રોફની ધરપકડ કરી છે. ટાઇગર શ્રોફના આ ફોટા જોઈને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. જો કે, આ તસવીરો પાછળનું સત્ય કંઈક […]

Uncategorized
aaaaaaaaaamay 7 આ શું ટાઇગર શ્રોફને પોલીસ પકડી ગઈ! બાગી 3 ના શુટિંગ દરમિયાનના ફોટો થયા લીક

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કેટલીક તસવીરો ચર્ચામાં છવાઈ રહી છે. આ તસવીરોમાં ટાઇગર શ્રોફના હાથમાં હાથકડી લગાઈ પોલીસની જીપમાં બેઠા જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોઈને લાગે છે કે પોલીસે ટાઇગર શ્રોફની ધરપકડ કરી છે. ટાઇગર શ્રોફના આ ફોટા જોઈને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. જો કે, આ તસવીરો પાછળનું સત્ય કંઈક જુદું જ છે.જણાવી એ કે ટાઇગર શ્રોફ હાલમાં તેની આગામી ફિલ્મ ‘બાગી 3’ ના શૂટિંગ માટે જયપુર પહોંચ્યો છે અને આ તસવીરો શૂટિંગ દરમિયાનની છે.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ તસવીરો ફિલ્મ ‘બાગી 3’ ના શૂટિંગ દરમિયાનની છે. આ તસવીરોમાં ટાઇગર શ્રોફ પોલીસની ગાડીમાં બેઠા જોવા મળી રહ્યો છે. આ તસવીરો ટાઇગર શ્રોફની ફેન ક્લબે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરી છે. ટાઇગર શ્રોફના આ ફોટા પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર, અંકિતા લોખંડે અને ચંકી પાંડે પણ મુખ્ય પાત્ર ભજવતા નજર પડશે. આ ફિલ્મ આ વર્ષે 7 માર્ચે રિલીઝ થશે. ‘બાગી 3’ નું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે, જ્યારે અહેમદ ખાન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મ ‘વોર’ પછી ફરી એકવાર ટાઇગર શ્રોફ ‘બાગી 3’ દ્વારા થિયેટરોમાં ધૂમ મચવા જઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.