Not Set/ શંકરસિંહ વાઘેલાને સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજ્યમાં દિવસે દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા એવા શંકરસિંહ વાઘેલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેઓ ગઈકાલે રાતે કોરોન્ટાઈન થયા હતાં. જો કે આજે સવારે અમદાવાદની ખાનગી સ્ટર્લિગમાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે એમ્બ્યુલન્સમાં બેસીને લાવવામાં આવ્યા છે.   ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાને છેલ્લા […]

Ahmedabad Gujarat
a6fc62b8e1d6b63de0bcae6289dd1ace શંકરસિંહ વાઘેલાને સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલમાં કરાયા દાખલ
a6fc62b8e1d6b63de0bcae6289dd1ace શંકરસિંહ વાઘેલાને સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજ્યમાં દિવસે દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિપક્ષના નેતા એવા શંકરસિંહ વાઘેલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેઓ ગઈકાલે રાતે કોરોન્ટાઈન થયા હતાં. જો કે આજે સવારે અમદાવાદની ખાનગી સ્ટર્લિગમાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે એમ્બ્યુલન્સમાં બેસીને લાવવામાં આવ્યા છે.  

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાને છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો પરંતુ તાવ ન ઉતરતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યો છે.

શંકરસિંહ વાઘેલાના ઘરમાં રહેતા ચાર વ્યક્તિઓને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. શંકરસિંહ બાપુએ ચાર દિવસ અગાઉ જ પત્રકાર પરિષદ કરી હતી તે વખતે પણ તેઓ ઘણાં વ્યક્તિઓને મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલા સોમવારે NCP સાથે છેડો ફાડ્યો હતો અને પ્રજા શક્તિ મોરચોની સ્થાપના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.