Not Set/ નારાયણ સાઇને કેટલી થશે સજા? સુરત કોર્ટમાં સજાનાં ફરમાનની જોવાતી રાહ

નારાયણ સાઇ પર ચાલી રહેલા દુષ્કર્મ કેસમાં શુક્રવારે કોર્ટે તેને દોષી જાહેર કર્યો હતો, જેને લઇને આજે કોર્ટ નારાયણ સાઇ પર નિર્ણય સંભળાવવાની છે. નારાયણ સાઇ પર બે બહેનો પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. આ પહેલા પોલીસે પીડિત બહેનોનાં નિવેદન અને ઘટનાસ્થળ પર મળેલા પુરાવાનાં આધારે નારાયણ સાઇ અને આસારામ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. […]

Top Stories Ahmedabad Gujarat Surat
Narayan Sai નારાયણ સાઇને કેટલી થશે સજા? સુરત કોર્ટમાં સજાનાં ફરમાનની જોવાતી રાહ

નારાયણ સાઇ પર ચાલી રહેલા દુષ્કર્મ કેસમાં શુક્રવારે કોર્ટે તેને દોષી જાહેર કર્યો હતો, જેને લઇને આજે કોર્ટ નારાયણ સાઇ પર નિર્ણય સંભળાવવાની છે. નારાયણ સાઇ પર બે બહેનો પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. આ પહેલા પોલીસે પીડિત બહેનોનાં નિવેદન અને ઘટનાસ્થળ પર મળેલા પુરાવાનાં આધારે નારાયણ સાઇ અને આસારામ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતનાં સુરતમાં સ્થિત સેશન્સ કોર્ટે નારાયણ સાઇને દુષ્કર્મ મામલે દોષી જાહેર કર્યો હતો. જેના પર આજે કોર્ટ નિર્ણય સંભળાવવાની છે. આ પહેલા કોર્ટે શુક્રવાર 26 એપ્રિલે સુરતની રહેવાસી બે બહેનોની સાથે દુષ્કર્મનાં આરોપમાં નારાયણ સાઇને દોષી જાહેર કર્યો હતો. આ મામલે કોર્ટે દોષીને સજા સંભળાવવા 30 એપ્રિલ એટલે કે આજનો દિવસ નક્કી કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બે બહેનો પર દુષ્કર્મનો આ મામલો અગીયાર વર્ષ જુનો છે. સુરતમાં રહેતી આ બે બહેનોએ નારાયણ સાઇ અને તેના પિતા આસારામ વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. એક બહેને 2002 અને 2005 વચ્ચે સુરતનાં આશ્રમમાં રહેતા યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે બીજી બહેને અમદાવાદમાં 1997 અને 2006માં આશ્રમમાં રહેવા દરમિયાન આસારામ પર યૌન શોષણની ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આસારામ અને તેના દિકરા વિરુદ્ધ દુષ્ક્રર્મ, યૌન શોષણ અને ખાસ ખોટી રીતે બંધક બનાવીને રાખવા પર કેસ દાખલ કર્યો હતો. પોલીસે આ પિતા પુત્ર સિવાય અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી હતી.