Firing/ ગેગંસ્ટરના મોતની અફવા પાછળ ભળતું નામ, એક જેવી દાઢી

અમેરિકામાં શૂટઆઉટની અસલી કહાની અલગ જ છે

Top Stories India
Beginners guide to 2024 05 03T182029.344 ગેગંસ્ટરના મોતની અફવા પાછળ ભળતું નામ, એક જેવી દાઢી

New Delhi News : પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલનો કાતિલ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ગોલ્ડી બરાડ હજી જીવતો છે. અમેરિકામાં થયેલા જે શૂટ આઉટમાં ગોલ્ડી બરાડની હત્યાની માહિતી બહાર આવી હતી, તે શૂટ આઉટ થયું તો હતું પરંતુ તેમાં મરનારો ગોલ્ડી નહી પણ ગ્લૈડલી હતો. ભળતુ સળતું નામ અને એક જેવી દાઢીને કારણે  ગોલ્ડી બરાડના મોતના સમાચાર અફવા બનીને અમેરિકાથી ભારત સુધી આવી પહોંચી હતી. જોઈએ આ શૂટ આઉટની અસલી કહાની.

એક જેવો ગોળ ચહેરો, દાઢીની સ્ટાઈલ પણ એવી જ.  નામ પણ એક જેવું. ગોલ્ડી અને બીજો ગ્લૈડલી. અંડરવર્લ્ડની દુનિયામાં મિસ્ટેકન આઈડેન્ટીટી જેવા અજીબોગરીબ મામલા ઘણીવાર જોવા મળે છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અનેપંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાડની અમેરિકામાં હતયાની કબર ભારતમાં ઉડી અને એવી ઉડી કે તેને કારણે ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું. એટલું જ નહી વિદેશમાં છુપાયેલા ભારતના એક અન્ય ગેંગસ્ટર અને આતંકી લખબીર સિંહ લાંડાએ ગોલ્ડીની  હત્યાની જવાબદારી પણ કથિતપણે પોતાના માથે લઈ લીધી હતી.

આફ્રિકા મૂળના કેટલાક લોકો વચ્ચે અંદરોઅંદર થયેલી અથડામણમાં અચાનક ગોળીઓ છુટવા લાગી. મારપીટમાં એક શખ્સ નીચે પડી ગયો અને પોતાને બચાવવા તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફાયરિંગમાં બે જણાને ગોળીઓ વાગી અને બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા. જેમાં એકનું મોત નીપજ્યુ. તેને કારણે આ ઝંઝટ શરૂ થઈ હતી.

ખરેખર તેનો ચહેરો ઈન્ડિયન ગેંગસ્ટર ગોલ્ડી બરાડને મળતો આવતો હતો. એટલું જ નહી તેનું નામ પણ ગોલ્ડીના નામથી ભળતું સળતું હતું. જેમાં એક વ્યક્તિના મોતને કારણે ભૂલ થઈ અને જોત જોતામાં ગોલ્ડી બરાડની મોતની ખબર બનીને સોશિયલ મિડીયાના કેટલાક હિસ્સામાં છવાઈ ગઈ. શૂટ આઉટમાં જેને ગોળી વાગી હતી તેનું નામ જેવિરય ગ્લૈડલી હતું. આફિર્કી મૂળના આ શખ્સના ચહેરા પર પણ એવી  દાઢી હતી જેવી મોટાભાગે  તસ્વીરોમાં ગોલ્ડી બરાડની દેખાતી હતી. ઉપરથી બન્નેનો ચહેરો પણ ગોળ છે અને શારીરિક બાંધો પણ સરખો લગતો હતો. તેને કારણે કન્ફ્યુઝન પેદા થયું.

તે સિવાય આતંકવાદી લખવીર સિંહ લાંડાએ પણ ગોલ્ડીની હત્યાની જવાબદારી લેતા તેની પણ હવા નીકળી ગઈ. સોશિયલ મિડીયા પર એવી કોઈ પોસ્ટ સામે આવી ન હતી પરંતુ ગોલ્ડીના મોત

લાંડાએ સોશિયલ મિડીયા પર પોસ્ટ લખીને આ વાતનું એલાન કર્યું  હોવાનુ કહેવાય છે. પરંતુ 24 કલાક પસાર થતા થતા ગોલ્ડી બરાડની મોતની ખબર પરથી ધુળ દૂર થવા લાગી અને જ્યારે સચ્ચાઈ  સામે આવી તો આખો મામલો ઉલ્ટો થઈ ગયો.

અમેરિકાની વેબસાઈટ ફોક્સએ સૌથી પહેલા આ શૂટ આઉટની માહિતી આપી હતી. વેબસાઈટમાં લખ્યું હતું કે કેવી રીતે બે જૂથો વચ્ચે  ફેયરમોર્ટમાં ગોળીબાર થયો હતો. જોકે તેમાં કોઈનું નામ લખ્યું ન હતું. તેમછત્તા આ શૂટ આઉટમાં  થયેલા મોતને લોકોએ ગોલ્ડી બરાડના મોત સાથે જોડી દીધું.

ગોલ્ડી ભારતમાં પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલા સહિત કેટલીય હત્યાના કેસમાં આરોપી છે. ઈન્ડિયન એજન્સીઓએ તેના નામ પર લુક આઉટ નોટીસ પણ ઈશ્યુ કરેલી છે. તેવામાં ગોલ્ડીના મોતના સમાચાર સામે આવ્યા હતા.કોલિફોર્નિયામાં ભારતના વાણિજ્યિક દૂતાવાસના અધિકારીઓએ અમેરિકાની ફ્રેસ્નો પોલીસ સાથે વાત કરી હતી. બાદમાં મોડી રાત્રે ફ્રેસ્નો પોલીસે  પોતાના તરફથી એ સ્પષ્ટતા કરી દીધી હતી કે ત્યાં થયેલા ગોળીબારમાં માર્યો ગયેલો શખ્સ ભારતીય ગેંગસ્ટર ગોલ્ડી બરાડ ન હતો.

લખવીર સિંહ લાંડા બાબતે કહેવાય છે કે તે કેનેડામાં રહીને ભારત વિરૂધ્ધ ગતિવિધીઓ વધારે છે. તેને કારણે ભારત સરકારે તેને આતંકવાદી ઘોષિત લાંડા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝારખંડ હાઈકોર્ટથી હેમંત સોરેનને ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી

આ પણ વાંચો:ડરો નહીં, ભાગો નહીં, રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઝંપલાવતા પીએમ મોદીનો પહેલો હુમલો

આ પણ વાંચો:લગ્ન થયા હોય કે ન થયા હોય, સહમતિથી સેક્સ કરવું ખોટું ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ

આ પણ વાંચો:કોંગ્રેસની મહત્વની જાહેરાત, અમેઠી લોકસભા બેઠક પરથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી