Not Set/ રાજકોટ : પત્ની હોવા છતાં પતિ પ્રેમિકાને લાવ્યો ઘરે, જુઓ શું થયું પછી

રાજકોટ, સરકાર દ્વારા મુસ્લિમ સમાજના ત્રિપલ તલાકના કાયદાને નાબૂદ કરવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં માત્ર મુસ્લિમ જ નહીં અન્ય સમાજના લોકોમાં પણ પતિ-પત્ની ઓર વો ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવા સંબંધોને સામાન્ય રીતે અનૈતિક સંબંધોનું નામ આપવામાં આવે છે. આવા એક કિસ્સામાં શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં એક […]

Top Stories Gujarat Rajkot Videos
mantavya 190 રાજકોટ : પત્ની હોવા છતાં પતિ પ્રેમિકાને લાવ્યો ઘરે, જુઓ શું થયું પછી

રાજકોટ,

સરકાર દ્વારા મુસ્લિમ સમાજના ત્રિપલ તલાકના કાયદાને નાબૂદ કરવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં માત્ર મુસ્લિમ જ નહીં અન્ય સમાજના લોકોમાં પણ પતિ-પત્ની ઓર વો ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવા સંબંધોને સામાન્ય રીતે અનૈતિક સંબંધોનું નામ આપવામાં આવે છે. આવા એક કિસ્સામાં શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં એક નેપાળી યુવાનને એક પત્ની હોવા છતાં પ્રેમિકાને ઘરે લઈ આવ્યો હતો. જેને પગલે પત્નીએ ભારે હોબાળો મચાવ્યો હતો. હાલ આ ઘટનાનો વિડીયો ભારે વાઈરલ થયો છે.

વાઈરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પતિ અન્ય યુવતિને ઘરે લઈ આવે છે. જેને લઈને બંને યુવતિઓ સામસામે આવી જાય છે અને બંને વચ્ચે ઝપાઝપી પણ થાય છે. બાદમાં એક યુવતિ સાઈડમાં બેસીને રડવા લાગે છે. પણ નેપાળી યુવાન આ યુવતિને જાહેરમાં માર મારીને અન્ય જગ્યાએ લઈ જાય છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા જાગનાથની આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.