Not Set/ બંગાળની ખાડીમાં ‘જવાદ’ વાવાઝોડાનું જોખમ, દેશનાં આ રાજ્યો થશે પ્રભાવિત

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘જવાદ’ વધવાનો ખતરો સર્જાઇ રહ્યો છે. તાજેતરનાં અહેવાલ મુજબ આ તોફાનની અસરથી દેશભરનાં ઘણા રાજ્યો પ્રભાવિત થઈ શકે છે.

Top Stories India
બંગાળની ખાડીમાં જવાદ

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘જવાદ’ વધવાનો ખતરો સર્જાઇ રહ્યો છે. તાજેતરનાં અહેવાલ મુજબ આ તોફાનની અસરથી દેશભરનાં ઘણા રાજ્યો પ્રભાવિત થઈ શકે છે. આ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓનાં મતે ચક્રવાતી તોફાન ‘જવાદ’ ને કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબમાં પણ તેની અસર પડી શકે છે.

બંગાળની ખાડીમાં જવાદ

આ પણ વાંચો – Political / છઠ પૂજાને લઇને પ્રદર્શન કરી રહેલા BJP સાંસદ મનોજ તિવારી ઈજાગ્રસ્ત

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, ચક્રવાત ‘જવાદ’ બંગાળની ખાડીમાં બનવા માટે તૈયાર છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 13 ઓક્ટોબરની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને નજીકનાં ઉત્તર અંદમાન સમુદ્ર પર લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. IMD દ્વારા હવામાનની આગાહી મુજબ, સિસ્ટમનાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની તરફ વધવા અને 15 ઓક્ટોબરની આસપાસ એક યોગ્ય રીતે ચિહ્નિત થયેલ લો પ્રેશર વિસ્તાર તરીકે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશનાં દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, આ ચક્રવાતને ‘જવાદ’ કહેવામાં આવશે. આ નામ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું છે. તેના પ્રભાવ હેઠળ, આગામી ચાર દિવસ દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ પર મોટા ભાગનાં સ્થળોએ છૂટાછવાયા વાવાઝોડા (પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે) અને હળવાથી ભારે વરસાદની સંભાવના છે. દેશભરમાં ચોમાસાની સ્થિતિ વિશે વિગતો આપતા, IMD ની આગાહીએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પરત રેખા સિલીગુડી, માલદા, શાંતિનિકેતન, મિદનાપુર, બારીપદા, કાંકેર, ભવાનીપટના, છિંદવાડા, ઇન્દોર, ગાંધીનગર, રાજકોટ અને પોરબંદર મારફતે પસાર થશે.

બંગાળની ખાડીમાં જવાદ

આ પણ વાંચો – પ્રેમ ભરેલા સંબંધનો અંત / 14 વર્ષ પહેલાં જેને બચાવ્યો હતો જીવ તેના જ હાથોમાં ગોરિલ્લાએ તોડ્યો દમ, સોશિયલ મીડિયામાં છવાઈ દોસ્તીની કહાની

IMD એ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળનાં મોટાભાગનાં વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછું ખેંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને પૂર્વોત્તર ભારતનાં કેટલાક ભાગોમાં સ્થિતિ અનુકૂળ બનશે. આ સિવાય, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે, જે આગામી 2 દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, આગામી બે દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ અને ગોવામાં છૂટોછવાયો વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.