Political/ છઠ પૂજાને લઇને પ્રદર્શન કરી રહેલા BJP સાંસદ મનોજ તિવારી ઈજાગ્રસ્ત

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસસ્થાનની બહાર ધરણા કરી રહેલા ભાજપનાં સાંસદ મનોજ તિવારીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
મનોજ તિવારી

દિલ્હીમાં છઠ પૂજાને લઈને ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી રાજકીય લડાઈ હવે તેજ થઈ ગઈ છે. દરમિયાન, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસસ્થાનની બહાર ધરણા કરી રહેલા ભાજપનાં સાંસદ મનોજ તિવારીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મનોજ તિવારી

આ પણ વાંચો – ભાવ વધારો / દેશનાં 11 રાજ્યોમાં ડીઝલનો ભાવ રૂ.100 પાર, સામાન્ય નાગરિક મોંઘુ Oil ખરીદવા મજબૂર

ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા બેઠકથી ભાજપનાં સાંસદ મનોજ તિવારી દિલ્હી સરકાર પર દબાણ કરી રહ્યા છે કે આ વર્ષે પણ નદી કિનારે અને જાહેર સ્થળો પર છઠ પૂજા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પાછા ખેંચવામાં આવે. તિવારીએ છઠ પૂજાની ઉજવણી પર પ્રતિબંધ મૂકવા બદલ દિલ્હી સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, જો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો ભાજપ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. મનોજ તિવારીએ આ મુદ્દે દિલ્હીમાં રહેતા પૂર્વાંચલી સમુદાયનાં લોકો સાથે વાતચીત કરીને જાહેર સ્થળોએ છઠ પૂજાની ઉજવણી કરવા અંગે તેમનો અભિપ્રાય મેળવવા માટે ‘છઠ યાત્રા’ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે, દિલ્હી છઠ પૂજા સમિતિનાં અધિકારીઓ તાજેતરમાં મનોજ તિવારીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમને કોવિડનાં નિયમોનું પાલન કરીને યમુના નદીનાં કિનારે, તળાવ અને અન્ય જાહેર સ્થળોએ તહેવારની ઉજવણી કરવા વિનંતી કરી હતી.

મનોજ તિવારી

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG માં ભાવમાં ભડકો, અમદાવાદમાં રિક્ષા ચાલકોનો ભારે વિરોધ

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરનાં રોજ દિલ્હી સરકાર રાજધાનીમાં COVID-19 મહામારીને ટાંકીને જાહેર સ્થળો, જાહેર મેદાન, નદી કિનારે અને મંદિરોમાં છઠ પૂજાનાં તહેવારને મંજૂરી આપશે નહીં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં, લોકોને તેમના ઘરે છઠ પૂજા ઉજવવાની સલાહ આપવામાં આવી છે.