Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે પવનચક્કી સ્થાપનાને લઈને વિવાદ સર્જાયો છે. ગામમાં આવેલા ખેડૂતો અને પવનચક્કી કંપનીના કર્મચારીઓ વચ્ચે તણાવનું વાતાવરણ ઉભું થયું હતું. ખેડૂતો દ્વારા જમીનમાં પવનચક્કી સ્થાપવાનો વિરોધ કરવામાં આવતા પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ હતી.
ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે મોરેમોરો
સૂત્રો અનુસાર, કંપનીના કેટલાક કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો મંજૂરી સાથે પવનચક્કી સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરવા ગામમાં પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક ખેડૂતોને આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. આ કારણે લગભગ 40 જેટલા ખેડૂતો એકઠા થયા અને કર્મચારીઓનો વિરોધ કર્યો.
[fvplayer id=”76″]
ખેડૂતોનો આરોપ છે કે કર્મચારીઓ તેમની જમીનમાં પવનચક્કી નાખવા માટે દબાણ કર્યું છે. ખેડૂતોના પ્રશ્નો સામે કંપનીના કર્મચારીઓ પાસે યોગ્ય જવાબો ન હોવાથી તેઓએ અંતે સ્થળ છોડવું પડ્યું હતું. આ ઘટના દરમિયાન બનેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ખેડૂતોની માંગ
ખેડૂતોનું કહેવું છે કે તેમની મંજૂરી વિના કોઈ પણ રીતે જમીનમાં પવનચક્કી સ્થાપવામાં નઇ આવે. ઘણા ખેડૂતોને ચિંતા છે કે પવનચક્કીના કારણે તેમની ખેતી પર અસર થશે, જમીનની કિંમત ઘટશે અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉભી થશે.
[fvplayer id=”77″]
દબાણ કરવાનો આરોપ
ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરો વારંવાર ગામમાં આવીને દબાણ કરી રહ્યા હતા. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેમને ભ્રમિત કરીને દસ્તાવેજો પર સાઇન કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તંત્રની કામગીરી પર સવાલ ઉઠયા
ખેડૂતો તંત્ર સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે તેની મંજૂરી વિના જમીન પર આવી કામગીરી કેમ કરવામાં આવી છે? ખેડૂતોની માંગ છે કે જિલ્લા તંત્ર અને તાલુકા સ્તરના અધિકારીઓએ હસ્તક્ષેપ કરીને જમીનમાં બિનમંજુર પવનચક્કી સ્થાપનાને રોકવી જોઈએ.
[fvplayer id=”78″]
આ મામલો વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે થયેલા વાદવિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં ખેડૂતો દ્વારા કંપનીના કર્મચારીઓને પ્રશ્નો પૂછતા અને કર્મચારીઓ પાછળ હટતા દેખાય છે.
ખેડૂતોની ચેતવણી
ખેડૂતો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જો તેમની મંજૂરી વિના પવનચક્કી સ્થાપવાની કામગીરી આગળ વધશે તો તેઓ તીવ્ર આંદોલન કરશે. ખેડૂતોના સંગઠનો પણ આ મુદ્દે ગામલોકોને સાથે લઈને વિરોધની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવાનું કાવતરૂ
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ
