Not Set/ ભારત સામે મેચ પહેલા પાકિસ્તાનની ટીવી જાહેરાતમાં અભિનંદનનો ઉડાવાયો મજાક

વિશ્વકપનો સોથી મોટો મુકાબલો ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાવવાનો છે. જે પહેલા ભારતની મજાક ઉડાવવાનો પ્રયત્ન કરતા પાકિસ્તાન જોવા મળ્યુ છે. મેચ પહેલા પાકિસ્તાનની ટીવી ચેનલે એક જાહેરાત તૈયાર કરી છે, જેમા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું ડુપ્લીકેટ કેરેક્ટર દેખાડ્યુ છે. ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક […]

Top Stories Sports
abhinandan 1 ભારત સામે મેચ પહેલા પાકિસ્તાનની ટીવી જાહેરાતમાં અભિનંદનનો ઉડાવાયો મજાક

વિશ્વકપનો સોથી મોટો મુકાબલો ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાવવાનો છે. જે પહેલા ભારતની મજાક ઉડાવવાનો પ્રયત્ન કરતા પાકિસ્તાન જોવા મળ્યુ છે. મેચ પહેલા પાકિસ્તાનની ટીવી ચેનલે એક જાહેરાત તૈયાર કરી છે, જેમા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું ડુપ્લીકેટ કેરેક્ટર દેખાડ્યુ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાનની જેજ ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલા 33 સેકન્ડનાં વીડિયોમાં એક શખ્સ અભિનંદન જેવી નકલ કરી રહ્યો છે અને તેમના જેવો વેશ ધારણ કરતા મૂંછો પણ તેણે રાખી છે. જો કે આ વીડિયોમાં તેણે સેનાની વર્દી પહેરી નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરી છે. આ ટીવી જાહેરાતમાં જયારે પણ અભિનંદનનાં ડુપ્લીકેટને ભારતીય ટીમનાં અંતિમ 11 વિશે પૂછવામાં આવે છે ત્યારે તે અભિનંદન દ્વારા વાયરલ નિવેદન મુજબ જવાબ આપતા કહે છે, “માફ કરો, હુ આપને આ માહિતી નહી આપી શકુ.”

આ જાહેરતમાં અભિનંદનનાં ડુપ્લીકેટને તેવી જ રીતે ચા પીતો બતાવવામાં આવ્યો છે જે રીતે અભિનંદનનો વીડિયો વાયરલ થયો હતો. બે સવાલો બાદ એક અન્ય કેરેક્ટર જે સવાલ કરી રહ્યો છે તે અભિનંદનનાં ડુપ્લીકેટને જવા માટે કહે છે. જેવુ જ તે જવાનો પ્રયત્ન કરે છે ત્યારે સવાલ પૂછનાર શખ્સે તેને પકડી  છે અને કહે છે “ એક સેકન્ડ રોકાવો, કપ ક્યા લઇને જઇ રહ્યા છો?”

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની ટીમ 16 જૂન રવિવારનાં રોજ આમને-સામને જોવા મળશે. જ્યા ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવા મેદાને ઉતરશે. જો કે વિશ્વકપની વાત કરવામાં આવે તો ભારતનું પલડુ હંમેશાથી ભારે રહ્યુ છે. 1992થી અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપમાં કુલ 6 મેચો રમાઇ ચુકી છે. જે દરેકમાં ભારતને જીત મળી છે. આ વખતની વિરાટ ટીમ વિશ્વકપ ટ્રોફીની પ્રબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. તેમ છતા પાકિસ્તાનની ટીમને હલકામાં લેવાની ભૂલ ભારતીય ટીમ નહી કરે અને પૂરી તૈયારી સાથે તે મેદાને ઉતરશે તેવો ક્રિકેટ પ્રેમીઓને વિશ્વાસ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.