Not Set/ થઇ જજો તૈયાર !! 13-14 જૂનથી રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્ય સરકાર દ્રારા ગુજરાતભરમાં 13 અને 14 જૂનથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવવા સાથે હાઇ એલર્ટ આપવામા આવ્યું છે. ગુજરાતનાં દરિયા કિનારા પણ વાવઝોડા વાયુનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સમુદ્રી ચક્રાવાત પોતાની સાથે ભારે પવન અને અતિભારે વરસાદ પણ લાવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે ભારતની  દક્ષિણ – પશ્ચિમી […]

Ahmedabad Top Stories Rajkot Gujarat Surat Vadodara Others
heavy rain થઇ જજો તૈયાર !! 13-14 જૂનથી રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્ય સરકાર દ્રારા ગુજરાતભરમાં 13 અને 14 જૂનથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવવા સાથે હાઇ એલર્ટ આપવામા આવ્યું છે. ગુજરાતનાં દરિયા કિનારા પણ વાવઝોડા વાયુનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સમુદ્રી ચક્રાવાત પોતાની સાથે ભારે પવન અને અતિભારે વરસાદ પણ લાવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે ભારતની  દક્ષિણ – પશ્ચિમી અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશર ચક્રાવાતમાં પરિવર્તિત થતા ગુજરાતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. અને આગામી 13 તારીકે ગુજરાતનાં દરિયા કિનારે પોંરબંદરથી મહુવા સુધીમાં ટકરાશે તેવો આંદાજ આપવામાં આવ્યો છે.

Image Twitter @Indiametdept થઇ જજો તૈયાર !! 13-14 જૂનથી રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી

કલાકની 120 કી.મી.ની ઝડપો ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાત વાયુની ગુજરાતનાં દરિયા કિનારે ટકરાવ સમયે ઝડપ 135 કી.મી. આંકવામાં આવી છે. વાવાઝોડાનાં પગલે રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમાં હાઇ આલર્ટ જાહેર કરી દીધી છે. NDRF અને રાહત અને બચાવ ટીમો ગુજરાતનાં તમામ અસર સંભવિત જીલ્લામાં અત્યારથી જ મોરચો સંભાળી ચૂકી છે.

ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારો અને કાસ કરીને મહુવા, દીવ, કોડીનાર, વેરાવળ, માધવપુર, પોરબંદર, હર્ષદ, દ્રારાકા, માંડવી, કંડલા તેમજ કચ્છ, ગીર, જામનગર, બનાસકાંઠા, સાબરકાઠામાં ભારેથી અતિભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તવી સંભાવનાં આંકવામા આવી રહી હોય સરકાર દ્રારા તમામ જીલ્લાનાં વહીવટી તંત્રને સાબદા કરવામા આવ્યા છે.  તો  માછીમારોને  દરિયો ન ખેડવા કડક સુચના આપી દેવામાં આવી છે.

heavyrain થઇ જજો તૈયાર !! 13-14 જૂનથી રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રનાં તમામ પશ્ચિમી બંદરોમાં હવામાન વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.  તો વરસાદની શરુઆત 12 તરીખથી  જ થઇ જવાની આગાહી કરવામાં આવેલી છે. જ્યારે 13-14 જૂનનાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની ભીંતી વચ્ચે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા તંત્ર સાબદું કરવામા આવ્યું છે અને  વેધર વોચ ગ્રુપની બેઠક પણ યોજવામા આવી હતી.  બેઠકમાં રાજ્યના મહેસુલ વિભાગ, રિલીફ કમિશનર, હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને  સંભવિત વાવાઝોડા સામે લેવામાં આવી રહેલા તકેદારીના પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.