દહેગામ/ રાયપુર કેનાલ બન્યુ આપઘાતનું હોટસ્પોર્ટ, એક પુરુષ અને સ્ત્રીએ કેનાલમાં લગાવી છલાંગ

દહેગામનું રાયપુર કેનાલ આપઘાતનું હોટસ્પોર્ટ બન્યું છે.ફરી એક પુરુષ અને સ્ત્રીએ કેનાલમાં છલાંગ લગાવી છે. ત્યારે પોલીસ સહીત ફાયરબ્રિગેડની…

Gujarat Others
રાયપુર કેનાલ
  • દહેગામનું રાયપુર કેનાલ બન્યુ આપઘાતનું હોટસ્પોર્ટ
  • બે લોકોએ કેનાલમાં છલાંગ લગાવી
  • એક પુરુષ અને સ્ત્રીએ કેનાલમાં છલાંગ લગાવી
  • પોલીસ સહીત ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે
  • ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ હાથ ધરી

દહેગામનું રાયપુર કેનાલ આપઘાતનું હોટસ્પોર્ટ બન્યું છે.ફરી એક પુરુષ અને સ્ત્રીએ કેનાલમાં છલાંગ લગાવી છે. ત્યારે પોલીસ સહીત ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.અને ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :ઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ રાયપુર નર્મદા કેનાલની લોખંડની રેલીંગ ઓળંગીને ફોટોગ્રાફી કરવાના ચક્કરમાં અમદાવાદના ચાર યુવાનો બુધવારે ડૂબ્યા હતા. જે પૈકીના ત્રણ યુવાનોની લાશ આજે સાંતેજ પોલીસ તેમજ હદમાં આવેલ જાસપૂર નર્મદા કેનાલમાંથી મળી આવતાં હાલમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નરોડા-દહેગામ હાઈવે પર આવેલી રાયપુર નર્મદા કેનાલના કિનારે બુધવારે બર્થ ડે સેલિબ્રેટ કરવા ભેગા થયેલા પાંચમાંથી ચાર યુવક ડૂબી ગયા હતા. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં યુવકો પોતાના મિત્રનો જન્મદિન ઉજવવા ભેગા થયા હતા. કેનાલની રેલિંગ કૂદીને ફોટોગ્રાફી કરવા માટે નીચે ઉતર્યા ત્યારે એક યુવકનો પગ લપસ્યો હતો અને તેને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ડૂબી ગયા હતા.

આ પણ વાંચો :સુરતમાં અલગ-અલગ બે વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…

આ બનાવની વિગત પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર યુવાનો દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે એક વાગ્યાની આસપાસ આ ચારેય યુવકો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતા. આ દુર્ઘટના બન્યાના 3 કલાક પછી તરવૈયાઓ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી ડભોડા પોલીસ પણ તૈનાત જોકે. હજી સુધી કોઈ કેનાલમાં ડૂબી જનાર યુવકોનો અતો પતો મળ્યો નથી.

રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર રાયપુરથી આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં ભર બપોરે ચાર યુવકો ડૂબી જવાની ઘટનામાં અનકે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક યુવક ડૂબવા લાગ્યો હોવાથી તેને બચાવવા માટે બીજો અને ત્રીજો અને ચોથો યુવક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હશે તેવી અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો :સુરતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, અઠવા ઝોનની સફાઈ કામદારને થયો કોરોના

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામ પાસે નર્મદા કેનાલ સાયફન ની પાસે અમદાવાદ વિશ્વાસ ફલેટ સરદાર ચોક કૃષ્ણ નગર રહેતા યુવકો બર્થ ડે ની ઉજવણી કર્યા બાદ ફોટોગ્રાફી શૂટ કરવા જતાં 6 પૈકી ચાર યુવકો ડૂબ્યાઘટના ની જાણ થતાં ની સાથે ગાંધીનગર ફાયર બ્રિગેડ ની ટીમ આવી પહોંચી હતી પરંતુ તેમનાથી ડુ લબેલા યુવકને બહાર કાઢવાનું શક્ય ન બનતા બહિયલ ગામનાં તરવૈયાઓની મદદ લેવાઇ છે કેનાલ ખાતે ડભોડા પોલોસની ટીમ ઘટના સ્થળે હાજર થતાં શોધખોળ ચાલુ છે કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો,14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર