દાહોદ/ પત્નીએ પતીના મોબાઈલમાંથી પ્રેમીના મિત્રના મોબાઈલમાં ટ્રાન્સફર લાખો રૂપીયા અને પછી…

દાહોદમાં એક વ્યક્તિનો મોબાઇલ ચોરી થયા બાદ તેના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપડી ગયા બાદ સમગ્ર મામલો સાયબર સેલની ટીમ પાસે આવતા સાઇબર સેલની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ચોકાવનારા ખુલાસા

Gujarat Others
YouTube Thumbnail 45 પત્નીએ પતીના મોબાઈલમાંથી પ્રેમીના મિત્રના મોબાઈલમાં ટ્રાન્સફર લાખો રૂપીયા અને પછી...

Dahod News: દાહોદમાં એક વ્યક્તિનો મોબાઇલ ચોરી થયા બાદ તેના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપડી ગયા બાદ સમગ્ર મામલો સાયબર સેલની ટીમ પાસે આવતા સાઇબર સેલની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ચોકાવનારા ખુલાસા બહાર આવવા પામ્યા છે.જેમાં ઓનલાઇન ઠગીનો ભોગ બનનાર ફરિયાદીની પત્નીએ જ તેના પ્રેમીને આપવા માટે તેના મિત્રના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યાનો ખુલાસો થતા સાયબર સેલની ટીમે મધ્યપ્રદેશના બે ઈસમો તેમજ ફરિયાદીની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.જેમાં 26.8.2023 ના રોજ દોલતગંજ બજારમાંથી એક વ્યક્તિનો મોબાઈલ ફોન ચોરી થયો હતો.

ત્યારબાદ તેના એકાઉન્ટમાંથી 1.91 લાખ જેટલી માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર થતા ઓનલાઇન ઠગીનો ભોગ બનનાર વ્યક્તિના પગતળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ ઉપરોક્ત વ્યક્તિએ બનાવ સંદર્ભે સાયબર સેલ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.જે બાદ પોલીસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સાયબર સેલના પી.આઇ દિગ્વિજયસિંહ પઢિયાર તેમજ સાયબર સેલ ની ટીમના દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ ટેકનિકલ સોર્સની મદદથી તપાસમાં જોતરાઈ હતી. અને તપાસના અંતે મધ્યપ્રદેશના આગર જિલ્લાના સુસનેર ગામનો રહેવાસી તેમજ કલરકામ કરતો ગોવિંદ શિવ નારાયણ ભાટીની ધરપકડ કરી ધનિષ્ઠ પૂછપરછ કરતા ચોકાવનારી હકીકતો બહાર આવી હતી.

જેમાં ભોગ બનનાર વ્યક્તિનો મોબાઈલ ચોરી થયા બાદ તેના એકાઉન્ટમાંથી ઓનલાઇન રૂપીયા ટ્રાન્સફર થયા હતા. તે કોઈ ભેજાબાજે જ નહીં પરંતુ ફરિયાદીની પત્નીએ જ તેના પ્રેમી સંદીપકુમાર ઇન્દ્રપ્રકાશ શર્મા રહેવાસી 8/5 રસ્સીગલી, ઉર્દુપુરા,પીપળીનાકા ચોરાહા ઉજ્જૈન સુધી આ પૈસા પહોંચાડવા તેના મિત્રના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.એટલું જ નહીં પોલીસ પૂછપરછ દરમિયાન બહાર આવવા પામ્યું હતું. કે ઉપરોક્ત સંદીપ કુમાર અને ફરિયાદીની પત્ની સીમા વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ બંધાયેલો હતો.

આ પ્રેમ સંબંધમાં આંધળી બનેલી મહિલાએ પોતાનો ઘર સંસાર ભાંગ્યો હતો. અને તેના પતિના એકાઉન્ટમાંથી પ્રેમીને પૈસા ટ્રાન્સફર કરી તેના પતિ જોડે જ ઓનલાઇન ફ્રોડનો ગુનો આચર્યો હતો. ઉપરોક્ત બનાવ સંદર્ભે સાયબર સેલની ટીમે ઓનલાઇન ઠગીનો શિકાર થનારની પત્ની સીમા તેમજ તેના કહેવાતા પ્રેમી સંદીપ શર્મા તથા તેના મિત્ર ગોવિંદ સિંહ નારાયણ ભાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે સાયબર સેલની ટીમે ફરિયાદીની પત્ની સીમા અને સીમાનો પ્રેમી તેમજ તેના મિત્રની મધ્યપ્રદેશથી ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 પત્નીએ પતીના મોબાઈલમાંથી પ્રેમીના મિત્રના મોબાઈલમાં ટ્રાન્સફર લાખો રૂપીયા અને પછી...


આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી

આ પણ વાંચો:કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી  

આ પણ વાંચો:ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા

આ પણ વાંચો:ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ