Asian Games 2023/ એશિયન ગેમ્સમાં ભારતે અફઘાનિસ્તાનને ક્રિકેટમાં હરાવ્યું નહી, તો પણ મળ્યો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડ મેડલની વણથંભી વણઝાર ચાલુ છે. એશિયન ગેમ્સની ક્રિકેટની ફાઇનલમાં ભારતે ગોલ્ડ જીતી લીધો છે.

Top Stories India
YouTube Thumbnail 3 4 એશિયન ગેમ્સમાં ભારતે અફઘાનિસ્તાનને ક્રિકેટમાં હરાવ્યું નહી, તો પણ મળ્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડ મેડલની વણથંભી વણઝાર ચાલુ છે. એશિયન ગેમ્સની ક્રિકેટની ફાઇનલમાં ભારતે ગોલ્ડ જીતી લીધો છે. ભારતની ટક્કર અફઘાનિસ્તાન સાથે હતી. ફાઇનલમાં 19મી ઓવરમાં અફઘાનિસ્તાનનો સ્કોર 5 વિકેટે 112 રનનો હતો. તે સમયે વરસાદ પડ્યો અને રોકાયો નહીં, તેના લીધે ભારતને રેન્કિંગના આધારે વિજેતા જાહેર કરાયું હતું. ભારતે આમ અફઘાનિસ્તાનને હરાવ્યું ન હતું, છતાં પણ ક્રિકેટમાં ગોલ્ડ મેળવ્યો હતો.

ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને અને સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. અફઘાનિસ્તાનની બેટિંગ દરમિયાન વરસાદ પડતા મેચ પૂરી થયેલી જાહેર કરાઈ હતી, પણ ભારતને સારા આઇસીસી રેન્કિંગના આધારે વિજેતા જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ભારતની વીમેન્સ ક્રિકેટ ટીમ પણ ગોલ્ડ જીતી ચૂકી છે.

ભારત માટે આ વખતની એશિયન ગેમ્સ જબરજસ્ત રહી છે અને ભારત અત્યાર સુધીમાં 28 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યું છે. એશિયન ગેમ્સમાં ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ છે.  ભારતથી આગળ સૌથી વધુ ચંદ્રકો ચીન, જાપાન અને સાઉથ કોરીયાએ જ જીત્યા છે.

ચીન 187 ગોલ્ડ, 104 સિલ્વર અને 55 બ્રોન્ઝ સાથે કુલ 354 મેડલ જીતી ટોચ પર છે. જાપાન 47 ગોલ્ડ, 57 સિલ્વર અને 65 બ્રોન્ઝ સાથે 169 મેડલ જીતી બીજા નંબરે છે. સાઉથ કોરીયા 36 ગોલ્ડ, 50 સિલ્વર અને 84 બ્રોન્ઝ જીતી 170 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. ભારત 28 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ સાથે 103 મેડલ જીતી ચોથા સ્થાને છે.