Not Set/ જ્યોતિરાદિત્ય સિંધીયા – #CABથી પ્રભાવિત કે કોંગ્રેસથી નારાજ? બિલનું કર્યું સમર્થન

દેશભરમાં કોંગ્રેસ નાગરીક સુધારણા બિલની વિભાવનાને લઇને વિરોધ કરી રહી છે. અને સંસદથી માંડીને શેરીઓ સુધી વિરોધ કરવા માટે કોંગ્રેસની શિરસ્ત નેતાગીરી દ્વારા આદેશ પણ આપાયા છે. અને કહેવાયુ છે કે કોંગ્રેસનાં તમામ કાર્યકરતા બિલનો વિરોધ કરે, ત્યારે જ કોંગ્રેસની થિન્કટેન્ક ગણાતા અને એક સમયે રાહુલ ગાંધીની ખુબ નજીકનાં માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા નાગરીક […]

Top Stories India
jyotiradityascindia જ્યોતિરાદિત્ય સિંધીયા - #CABથી પ્રભાવિત કે કોંગ્રેસથી નારાજ? બિલનું કર્યું સમર્થન

દેશભરમાં કોંગ્રેસ નાગરીક સુધારણા બિલની વિભાવનાને લઇને વિરોધ કરી રહી છે. અને સંસદથી માંડીને શેરીઓ સુધી વિરોધ કરવા માટે કોંગ્રેસની શિરસ્ત નેતાગીરી દ્વારા આદેશ પણ આપાયા છે. અને કહેવાયુ છે કે કોંગ્રેસનાં તમામ કાર્યકરતા બિલનો વિરોધ કરે, ત્યારે જ કોંગ્રેસની થિન્કટેન્ક ગણાતા અને એક સમયે રાહુલ ગાંધીની ખુબ નજીકનાં માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા નાગરીક સુઘારણા બિલ 2019ને સમર્થન આપવામાં આવ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધીયાનાં મત પ્રમાણે CAB બંધારણની વિરુધ ભલે હોય પણ તે ભારતની સભ્યતા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારા અનુરૂપ છે.

જી હા, કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધઇયાએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું છે. ઇન્દોરમાં બુધવારે સિંધિયાએ કહ્યું- આ બિલ બંધારણથી વિરુદ્ધ છે એ અલગ વાત છે પરંતુ તે ભારતની સભ્યતા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારા અનુરૂપ છે.

https://twitter.com/JM_Scindia/status/1204714473811873793

તમામ હકીકતો અને સાપ્રાંત સમયમાં કોંગ્રેસમાં જ્યોતિરાદિત્ય સિંધીયાની પોઝિસનને ધ્યાનમાં લેતા રાજકીય વિશ્લેષકો દ્વારા પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે શું સિંધીયા ખરેખ બિલથી પ્રભાવિત થયા છે કે, આ મદ્દાને સામે રાખી સિંધીયા દ્વારા પોતાની નારાજગી બતાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ,સિંધીયા લોકસભા 2019માં પોતાની વાર્ષાયી બેઠક ન બચાવી શકતા અને યુપી કોંગ્રેસનાં સહ મહામંત્રી તરીકે યુપીમાં ચૂંટણીમાં કોંગ્રેસનાં સકાર પછી, પોતાને સાઇલાઇન કરવામાં આવી રહ્યા હોવાથી નારાજગીનાં અનેકવાર પૂર્વે પણ સંકેતો આપી ચૂક્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.