IPL/ રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકાતાને હરાવ્યું,જાડેજાએ મેચની બાજી પલટી

પ્રથમ બેટિંગ કરતા કેકેઆરે 171 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ આઠ વિકેટ ગુમાવી અને છેલ્લા બોલ પર મેચ જીતી લીધી

Top Stories Sports
jadeja રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકાતાને હરાવ્યું,જાડેજાએ મેચની બાજી પલટી

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની 38 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 2 વિકેટે હરાવી હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે CSK પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું

આઈપીએલ 2021 નો બીજો તબક્કો પ્રથમ સુપરસન્ડે રોમાંચક બન્યો હતો. અબુ ધાબીમાં રમાયેલી દિવસની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લા બોલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવી હતી. લીગની 38 મી મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કેકેઆરે 171 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ આઠ વિકેટ ગુમાવી અને છેલ્લા બોલ પર મેચ જીતી લીધી. ચેન્નાઈની ટીમે જીતની હેટ્રિક સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે

રવિન્દ્ર જાડેજાએ મેચને અચાનક બાજી પલટી નાંખી હતી અને ચેન્નઈ તરફ મેચ કરી દીધી છે. તેણે પ કૃષ્ણાની 19 મી ઓવરમાં સતત બે સિક્સર અને બે ચોગ્ગા ફટકારીને કોલકાતાના હાથમાંથી મેચ લગભગ છીનવી લીધી હતી.