Not Set/ સીતાજીએ રાજા દશરથનું કર્યું હતું પિંડદાન, મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ

પરિવાર અને કુળમાં કોઇ પુરૂષ ન હોય તો સાસુનું પિંડદાન પુત્રવધુ પણ કરી શકે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો ઘરમાં કોઇ વડીલ મહિલા હોય તો યુવા મહિલા પહેલાં શ્રાદ્ધ કર્મ કરવાનો અધિકાર તેનો હશે.

Dharma & Bhakti Navratri 2022
mmm 1 સીતાજીએ રાજા દશરથનું કર્યું હતું પિંડદાન, મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ

પરિવારમાં પુરૂષો ન હોય તો મહિલાઓ પણ શ્રાદ્ધકર્મ કરી શકે છે. આ અંગે ધર્મ સિંધુ ગ્રંથ સાથે જ મનુસ્મૃતિ, માર્કંડેય પુરાણ અને ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓને તર્પણ અને પિંડદાન કરવાનો અધિકાર છે. આ સિવાય વાલ્મિકી રામાયણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, સીતાજીએ રાજા દશરથ માટે પિંડદાન કર્યું હતું. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાની પરંપરા જીવિત રહે અને લોકો પોતાના પિતૃઓને ભૂલે નહીં તેના માટે આ પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવી છે.

પુત્ર ન હોય તો પત્ની જ મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે

5 5 સીતાજીએ રાજા દશરથનું કર્યું હતું પિંડદાન, મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ

માર્કંડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિનો પુત્ર ન હોય તો પત્ની જ મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે. પત્ની ન હોય તો કુળના કોઇપણ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે. આ સિવાય અન્ય ગ્રંથોમાં જણાવ્યું છે કે, પરિવાર અને કુળમાં કોઇ પુરૂષ ન હોય તો સાસુનું પિંડદાન પુત્રવધુ પણ કરી શકે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો ઘરમાં કોઇ વડીલ મહિલા હોય તો યુવા મહિલા પહેલાં શ્રાદ્ધ કર્મ કરવાનો અધિકાર તેનો હશે.

મહિલાઓ શ્રાદ્ધ માટે સફેદ કે પીળા કપડા પહેરી શકે 

2 13 સીતાજીએ રાજા દશરથનું કર્યું હતું પિંડદાન, મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ

પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ શ્રાદ્ધ માટે સફેદ કે પીળા કપડા પહેરી શકે છે. માત્ર પરણિતા મહિલાઓને જ શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. શ્રાદ્ધ કરતી સમયે મહિલાઓએ કુશ અને જળ સાથે તર્પણ કરવું જોઇએ નહીં. સાથે જ, કાળા તલથી પણ તર્પણ કરવું જોઇએ નહીં. આવું કરવાનો અધિકાર મહિલાઓને નથી.

ગરુડ પુરાણના અગિયારમાં અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે

33 સીતાજીએ રાજા દશરથનું કર્યું હતું પિંડદાન, મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ

પુત્ર અથવા પતિ ન હોય તો કોણ શ્રાદ્ધ કરી શકે છે તેના અંગે ગરુડ પુરાણના અગિયારમાં અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મોટો દીકરો અથવા નાના દીકરો ન હોય તો પત્ની કે પુત્રવધુને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. તેમાં મોટી દીકરી અથવા એકમાત્ર પુત્રી પણ સામેલ છે. જો પત્ની પણ જીવિત ન હોય તો સગા ભાઈ કે ભત્રીજા, ભાણ્યો, પૌત્ર વગેરે કોઇપણ શ્રાદ્ધ કરી શકે છે. આ લોકો પણ ન હોય તો શિષ્ય, મિત્ર, કોઇપણ સંબંધી કે કુળ પુરોહિત મૃતકનું શ્રાદ્ધ કરી શકે છે. આ પ્રકારે પરિવારના પુરૂષ સભ્યના અભાવમાં કોઇપણ મહિલા સભ્ય વ્રત કરીને પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ કરી શકે છે.

સીતાજીએ કર્યું હતું રાજા દશરથનું પિંડદાન 

mmm 2 સીતાજીએ રાજા દશરથનું કર્યું હતું પિંડદાન, મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ

વનવાસ દરમિયાન જ્યારે શ્રીરામ લક્ષ્મણ અને માતા સીતા સાથે પિતૃ પક્ષ દરમિયાન ગયા પહોંચ્યાં ત્યારે શ્રાદ્ધ માટે થોડી સામગ્રી લઇ ગયાં હતાં. તે દરમિયાન માતા સીતાને રાજા દશરથના દર્શન થયાં, જે માતા સીતાને પિંડદાનની કામના કરી રહ્યા હતાં. ત્યાર બાદ માતા સીતાએ ફલ્ગુ નદી, વટવૃક્ષ, કેતકી ફૂલ અને ગાયને સાક્ષી માનીને રેતીનું પિંડ બનાવીને ફલ્ગુ નદીના કિનારે શ્રીદશરથજી મહારાજનું પિંડદાન કર્યું હતું. જેથી રાજા દશરથની આત્મા પ્રસન્ન થઇ અને સીતાજીને આશીર્વાદ આપ્યાં.