ધર્મ વિશેષ/ જાણો રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો જોઇયે ?

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

Dharma & Bhakti
ક4 1 1 જાણો રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો જોઇયે ?

હિંદુ ધર્મમાં રુદ્રાક્ષ ધારણ કરવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરના આંસુમાંથી થઈ છે. ઘણીવાર ભગવાન ભોલેના ભક્તો તેમના હાથમાં અથવા ગળામાં રુદ્રાક્ષ ધારણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે અને તમારી વિચારસરણી સકારાત્મક બને છે. પરંતુ તે ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને પૂર્ણ વિધિ સાથે પહેરવામાં આવે. રુદ્રાક્ષ ધારણ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો રુદ્રાક્ષ ધારણ કરવું અશુદ્ધ માનવામાં આવે છે.

  • રુદ્રાક્ષને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે લાલ દોરમાં પહેરવો જોઈએ.
  • રુદ્રાક્ષ એટલે રુદ્રનો અંશ, રુદ્રાક્ષની ઉત્પતી ભગવાન શિવના નેત્રમાંથી થઇ હતી.
  • રુદ્રાક્ષ હાથ, કંઠ અને હદય પર ધારણ કરી શકાય છે.
  • રુદ્રાક્ષ હાથ પર ૧૨ દાણા, કાંઠ પર ૩૬ દાણા અને હદય પર ૧૦૮ દાણા ધારણ કરાય છે.

 

રુદ્રાક્ષ અને રાશીયોગ

એકમુખી રુદ્રાક્ષ:-      સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. સિંહ રાશીવાળા માટે શુભ હોય છે.

બેમુખી રુદ્રાક્ષ:-         અર્ધનારેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. કર્ક રાશીવાળા માટે શુભ હોય છે.

ત્રણમુખી રુદ્રક્ષ:-     અગ્નિ અને તેજનું સ્વરૂપ છે. સરકારી નોકરીમાં સફળતા અપાવે છે. મેષ અને વૃશ્ચિક રાશીવાળા માટે શુભ છે. તે મંગળ દૂર કરે છે.

ચારમુખી રુદ્રાક્ષ:-     આ બ્રહ્માનું સ્વરૂપ છે મિથુન અને કન્યા રાશીવાળા માટે ઉત્તમ ગણાય છે. ત્વચાની સમસ્યા દૂર કરે છે.

પાંચમુખી રુદ્રાક્ષ:-    આ ચોથો સર્વોત્તમ માનવામાં આવે છે. તેને કાલાગ્ની પણ કહે છે. આને ધારણ કરવાથી અદભૂત શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.શિક્ષણ ક્ષેત્રે અને ધન, મિથુન અને મીન રાશીવાળા માટે શુભ છે.

છમુખી રુદ્રાક્ષ:-       આ કાર્તિકનું સ્વરૂપ ગણવામાં આવે છે. આથિક લાભ થાય છે. તુલા અને વૃષભ રાશીવાળા માટે શુભ છે.

સાતમુખી રુદ્રાક્ષ:-  આ સપ્તરૂષીનું સ્વરૂપ છે. મારક દશા અને સ્વાસ્થની સમસ્યા હોય ત્યારે આને શુભ માનવામાં આવે છે. મકર અને કુંભ રાશીવાળા માટે શુભ છે.

આઠમુખી રુદ્રાક્ષ:- અષ્ટદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. અષ્ટસિધ્ધી મળે છે. તંત્ર મંત્ર અને નજરદોષ નથી લગતા. રાહુની સમસ્યાનું નિવારણ છે.

અગિયારમુખી રુદ્રાક્ષ:-       સ્વયં શિવનું સ્વરૂપ છે. સંતાન સબંધી અને સંતાન પ્રાપ્તિ માટે આ શુભ છે. સારા સ્વાસ્થ અને ધંધા માટે શુભ ગણાય છે.