Not Set/ 6 લાખના બ્લૂટૂથ સજ્જ ચપ્પલથી REETની પરીક્ષામાં કરી ચોરી, ત્રણની ધરપકડ

આ ચંપલની મદદથી ઉમેદવારો સરળતાથી પરીક્ષામાં છેતરપિંડી કરી શકે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ચપ્પલોની કિંમત 10-20 હજાર નહીં પરંતુ 6 લાખ રૂપિયા છે.

Top Stories India
REET 2021

સરકાર ગમે તેટલા પ્રયાસ કરે પણ જેને નકલ કરીને પાસ થવાનું જ નક્કી કર્યું છે તે નકલ કરી ને જ રહેશે. અને આવા વિધાર્થીઓ હમેશા નકલ કરવા માટે નીતનવા નુસખા જ શોધતા હોય છે. હવે રાજસ્થાનમાં REET 2021 ની પરીક્ષા માટે કોપી કરનારી ગેંગ બ્લૂટૂથથી સજ્જ ચંપલ દ્વારા ચોરી કરી રહી છે.  આ ચંપલની મદદથી ઉમેદવારો સરળતાથી પરીક્ષામાં છેતરપિંડી કરી શકે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ચપ્પલોની કિંમત 10-20 હજાર નહીં પરંતુ 6 લાખ રૂપિયા છે. રાજસ્થાન પોલીસે આ કેસમાં બિકાનેર જિલ્લામાંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.

REET પરીક્ષામાં કોપી કરવા માટે 6 લાખની કિંમતના બ્લૂટૂથ ચંપલ વેચતી ટોળકીનો પર્દાફાશ 
રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે REET 2021 પરીક્ષામાં બ્લૂટૂથ ચંપલની મદદથી કોપી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો હતો. હકીકતમાં, રવિવારે પરીક્ષા શરૂ થતાંની સાથે જ રાજસ્થાન પોલીસ સક્રિય થઈ અને ઘણા કોપીકેટની મોટાપાયે ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન, પોલીસે છેતરપિંડી માટે ઉમેદવારોને 6 લાખ રૂપિયામાં બ્લૂટૂથ ઉપકરણો સાથે ચપ્પલ વેચતી કોપીકેટની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગેંગના ત્રણ લોકોની બિકાનેરથી ધરપકડ કરી હતી. આરોપીઓ જે ચપ્પલ વેચતા હતા તેની મદદથી કોઇપણ ઉમેદવાર પરીક્ષા હોલમાં બેસીને સરળતાથી કોપી કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના બિકાનેરથી પકડાયેલા આરોપીઓએ રાજ્યભરના 25 જેટલા ઉમેદવારોને આવા ચપ્પલ વેચ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે એક ચંપલની કિંમત 6 લાખ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. હવે પોલીસ માટે પણ એક પડકાર બની ગયો છે કે રાજ્યભરમાંથી આ આરોપીઓને કેવી રીતે પકડી શકાય. હાલ પોલીસ આ કેસની તપાસમાં જોડાયેલી છે.

તમને જણાવી દઈએ કે REET 2021 પરીક્ષામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ઉમેદવારો માત્ર ચપ્પલ પહેરીને પરીક્ષા હોલમાં પ્રવેશ કરી શકે છે. આવી સ્થિતિમાં નકલ કરતી ગેંગે એક અનોખા સેન્ડલની શોધ કરી હતી. આ અનોખા સેન્ડલમાં બ્લૂટૂથ લગાવવામાં આવ્યું છે અને તેની કિંમત 6 લાખ હોવાનું કહેવાય છે. બ્લૂટૂથ ડિવાઇસથી સજ્જ આ સ્લીપર પહેરીને ઉમેદવાર પરીક્ષાખંડમાં સરળતાથી કોપી કરી શકે છે.

મળતી માહિતી મુજબ પોલીસે ઓમ પ્રકાશ, મદન અને ત્રિલોક નામના ત્રણ યુવકોની ધરપકડ કરી છે. તે બધા ચુરુના રહેવાસી છે. એક આરોપીનું નામ તુલસીરામ કાલેરા છે. જેની નકલ કરવાના કેસમાં પહેલાથી જ ધરપકડ થઈ ચૂકી છે.

 

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત