મહેસાણાના તિરૂપતિ શાહીબાગ પાસે યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. રાધનપુર રોડ પરની તિરૂપતિ શાહીબાગ સોસાયટીના ગેટ પાસે યુવક-યુવતીના છુટાછેડા કરાવવા મુદ્દે યુવક પર ધારિયા અને લાકડી વડે હુમલો કરનાર પિતા-પુત્ર સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં 25 મેના ફરિયાદ નોંધાઇ હતી.
ત્યારે આ હુમલાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે દ્રશ્યો જોઇ શકો છો કે આ યુવક પર બે અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો અને બેરેહમીથી બે અજાણ્યા શખ્સો ધારિયા અને લાકડી વડે હુમલો કરી રહ્યા છે.
છઠિયારડા ગામના પોપટભાઇ બાબુભાઇ રાવળના લગ્ન સંબંધે ઉઠેલા વિવાદ વચ્ચે તેના છુટાછેડા થયા હતા. જેમાં શહેરના રાધનપુર રોડ પરની પુષ્પવાટીકા સોસાયટીમાં રહેતા જયંતિભાઇ રામદાસ પટેલની મહત્વની ભૂમિકા હોવાની શંકાને આધારે તેઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો.
25 મેના રોજ સોમવારે સાંજે 6-45 વાગે જયંતિભાઇ પટેલ તિરૂપતી શાહીબાગ સોસાયટીના મુખ્ય ગેટ આગળ ઉભા હતા. તે સમયે અહીં આવેલા પોપટભાઇ રાવળ અને બાબુભાઇ રાવળે તે કેમ છુટાછેડા કરાવ્યા તેમ કહી બોલાચાલી બાદ લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો હતો
https://youtu.be/5wc9gxP0orI
આ હુમલામાં યુવકનું કરુણ અને બેરેહમીથી મોત થયુ હતુ. ત્યારે આ હત્યાનો લાઇવ વિડિયો વાઇરલ થતા સોશિયલ મીડિયામાં શખ્સો વિરુદ્વ લોકોએ રોષ ઠાલવ્યો છે. આ શખ્સોને જલ્દીથી જલ્દી કડકમાં કડક સજા થાય તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે.
ત્યારે આ મામલે પોલીસે પણ હુમલાના દિવસથી જ ફરિયાદ નોંધી હતી અને હુમલાના બે-ત્રણ દિવસની અંદર જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ આરોપીઓ મહેસાણા સબજેલમાં કેદ છે.