Not Set/ ભાવનગર:કાળઝાળ ગરમીમાં પાણી નહીં મળતા રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કા જામ

ભાવનગર, ભાવનગરના પાટણા ગામના સ્થાનિક લોકોએ ભાવનગર અમદાવાદ રોડ પર ચક્કા જામ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી પાટણા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે.જેથી ગ્રામજનો અને પશુઓની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત કરવા છતા હજુ સુધી કોઇ નિકાલ આયો નથી.જેના કારણે ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 3 માસથી ઓછા વધતા અંશે પીવાના […]

Gujarat Others
rtt 2 ભાવનગર:કાળઝાળ ગરમીમાં પાણી નહીં મળતા રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કા જામ

ભાવનગર,

ભાવનગરના પાટણા ગામના સ્થાનિક લોકોએ ભાવનગર અમદાવાદ રોડ પર ચક્કા જામ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી પાટણા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે.જેથી ગ્રામજનો અને પશુઓની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત કરવા છતા હજુ સુધી કોઇ નિકાલ આયો નથી.જેના કારણે ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા 3 માસથી ઓછા વધતા અંશે પીવાના પાણીની તકલીફ હોવાનું ગ્રામજનોની બુમરાડ છે. ગામમાં ઘરે ઘરે પાણીના નળ તો છે. પણ નળમાં એક ટીપુ પણ પાણી આવતું નથી. પશુઓ અને પીવાના પાણી માટે ગામથી 2 કીમી દૂર જવુ પડે છે.પીવાના પાણીના કાયમી ઉકેલ માટે યોગ્ય પગલાં ભરવા ગ્રામજનોએ માંગ કરી છે.