Not Set/ PM મોદી બાયોપિક: નિર્માતાઓને ઝટકો, સુપ્રીમનો ચૂંટણીપંચના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝને લઇને સુપ્રીમકોર્ટે નિર્માતાઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમકોર્ટે નરેન્દ્ર મોદીની બાયોપિક પર રોકના ચૂંટણીપંચના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. બાયોપિકના નિર્માતાઓએ સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણીપંચનો આદેશ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મળેલી મંજૂરીની વિપરીત છે. જણાવી દઇએ કે ચૂંટણીપંચે મોદીની બાયોપિક અંગેનો જવાબ સુપ્રીમમાં દાખલ કર્યો હતો […]

Top Stories Entertainment
modi bio pic PM મોદી બાયોપિક: નિર્માતાઓને ઝટકો, સુપ્રીમનો ચૂંટણીપંચના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝને લઇને સુપ્રીમકોર્ટે નિર્માતાઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમકોર્ટે નરેન્દ્ર મોદીની બાયોપિક પર રોકના ચૂંટણીપંચના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. બાયોપિકના નિર્માતાઓએ સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણીપંચનો આદેશ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મળેલી મંજૂરીની વિપરીત છે.

જણાવી દઇએ કે ચૂંટણીપંચે મોદીની બાયોપિક અંગેનો જવાબ સુપ્રીમમાં દાખલ કર્યો હતો અને ત્યારબાદ કોર્ટે તેનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટમાં ચૂંટણીપંચે દલીલ રજૂ કરતા ફિલ્મમાં મોદીની વાહ વાહ કરવામાં આવી છે જ્યારે ફિલ્મમાં વિપક્ષની નકારાત્મક છબી દર્શાવાઇ છે તેવો દાવો કર્યો હતો. તેનાથી મતદારો પ્રભાવિત થાય તેવી સંભાવના હોવાથી સાત તબક્કાનું મતદાન સંપન્ન ના થાય ત્યાં સુધી તેના પર રોક અનિવાર્ય છે તેવી અપીલ કરી હતી.

જણાવી દઇએ કે ચૂંટણીપંચે મોદીની બાયોપિક ફિલ્મ પર લોકસભા ચૂંટણી સુધી રોક લગાવી છે. ચૂંટણીપંચે કહ્યું હતું કે જ્યાં સુધી લોકસભા ચૂંટણી સંપન્ન નહીં થાય ત્યાં સુધી બોયોપિક પર રોક રહેશે.