Not Set/ હ્યુસ્ટન હાલ મોદીમય : એનર્જી સેક્ટરમાં પહેલા દિવસે જ કર્યો મોટો કરાર

સંપૂર્ણ હ્યુસ્ટન હાલ મોદીમય બન્યું છે. PM મોદીએ પોતાનાં અમેરીકાનાં પહેલા દિવસે જ ભારતીય અર્થતંત્રને બુસ્ટર રૂપ થાય તેવા મહત્વનાં ઔધોગિક કરારને આખરી ઓપ આપવામાં સફળતા મેળવી છે. હ્યુસ્ટનમાં અમેરીકી એનર્જી સેક્ટરની લીડીંગ કંપની સાથે વડા  પ્રધાન નરેન્દ્ર મોદીની હજરામાં બેઠક યોજાવામાં આવી હતી. બેઠકમાં ટેલુરિયન અને પેટ્રોનેટ કંપની દ્વારા બેઠકમાં ઇક્વિટી રોકાણ દ્વારા ટેલિસન્સના […]

Top Stories World
narendra modi હ્યુસ્ટન હાલ મોદીમય : એનર્જી સેક્ટરમાં પહેલા દિવસે જ કર્યો મોટો કરાર

સંપૂર્ણ હ્યુસ્ટન હાલ મોદીમય બન્યું છે. PM મોદીએ પોતાનાં અમેરીકાનાં પહેલા દિવસે જ ભારતીય અર્થતંત્રને બુસ્ટર રૂપ થાય તેવા મહત્વનાં ઔધોગિક કરારને આખરી ઓપ આપવામાં સફળતા મેળવી છે.

હ્યુસ્ટનમાં અમેરીકી એનર્જી સેક્ટરની લીડીંગ કંપની સાથે વડા  પ્રધાન નરેન્દ્ર મોદીની હજરામાં બેઠક યોજાવામાં આવી હતી. બેઠકમાં ટેલુરિયન અને પેટ્રોનેટ કંપની દ્વારા બેઠકમાં ઇક્વિટી રોકાણ દ્વારા ટેલિસન્સના ડ્રિફ્ટવુડમાં 5 મિલિયન ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)નું ઉત્પાદન કરવાના કરાર (MoU) ના પ્રસ્તાવ પર સહી કરવામાં આવી હતી.  ટેલુરિયન અને પેટ્રોનેટનો ઉદ્દેશ 31 માર્ચ 2020 સુધીમાં આ સોદાને અંતિમ રૂપ આપવાનો છે.  

આપને જણાવી દઇએ કે PM મોદી હાલ આમેરીકાનાં 8 દિવસનાં પ્રવાસ પર છે. અને PM મોદીનાં આ પ્રવાસથી ભારત-અમેરીકાની ઔધોગીક ભાગીદારીમાં અત્યંત મહત્વ પૂર્ણ વૃધ્ધી થાશે તેવું જોવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.