Not Set/ સયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન ફરી થશે ઉઘાડું, UNSCમાં પાક પ્રેરીત આંતવાદને લઇને થશે ચર્ચા

  આતંકને પ્રોત્સાહન અને મદદ આપવાની તેની નીતિને કારણે પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સમક્ષ ખુલ્લું થશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ની 1267 પ્રતિબંધ સમિતિ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડી આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા પર ચર્ચા કરવા સંમતિ આપી છે. નોંધપાત્ર વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના 6500 આતંકીઓ અફઘાનિસ્તાનમાં […]

World
3eee6618e0c18c30f38119db32bfa968 સયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન ફરી થશે ઉઘાડું, UNSCમાં પાક પ્રેરીત આંતવાદને લઇને થશે ચર્ચા

 

આતંકને પ્રોત્સાહન અને મદદ આપવાની તેની નીતિને કારણે પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સમક્ષ ખુલ્લું થશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ની 1267 પ્રતિબંધ સમિતિ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડી આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા પર ચર્ચા કરવા સંમતિ આપી છે.

નોંધપાત્ર વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના 6500 આતંકીઓ અફઘાનિસ્તાનમાં સક્રિય છે. તેમાં લશ્કર અને જૈશના 1 હજાર આતંકીઓ છે. આથી ફરી એકવાર સાબિત થયું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર રહ્યું હતુ અને છે. પાકિસ્તાન આતંકીઓનું છુપુ સ્થળ છે અને તેમને શસ્ત્રો, પૈસા અને અન્ય ટેકો આપે છે.

યુએનએસસીની ચર્ચા બાદ પાકિસ્તાન પર પણ કડક કાર્યવાહી થઈ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન તરફથી ચીનની સહાયથી તેની આતંકવાદી ભંડોળની નીતિને છુપાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ તે પછી પણ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં વારંવાર તેનો ખુલાસો થઈ રહ્યો છે.

સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાન FATF માં પણ તેના વચનો પૂરા કરવાને બદલે ગલ્લાતલ્લા કરી રહ્યું છે. યુએનના રિપોર્ટના આધારે ભારત અનેક વૈશ્વિક મંચો પર પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે તૈયાર છે. સૂત્રોનું માનવું છે કે, આ વખતે ચીન, તુર્કી સહિતના પસંદગીના દેશોની મદદ પણ પાકિસ્તાન માટે કામ કરશે નહીં. કારણ કે વૈશ્વિક સ્તરે પુરાવા પાકિસ્તાન વિરુદ્ધ છે. તેથી, ભારત તેની વિરુદ્ધ પોતાનું અભિયાન વધુ તીવ્ર બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews