Earthquake/ તાઈવાનમાં એક જ રાતમાં 80થી વધુ ભૂકંપના આંચકા, ઈમારતો એક બાજુ નમી ગઈ

હુલિએનના ફાયરબિગ્રેડ વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ બિલ્ડિંગ વધુ નમેલી છે……….

Top Stories World Breaking News
Image 80 તાઈવાનમાં એક જ રાતમાં 80થી વધુ ભૂકંપના આંચકા, ઈમારતો એક બાજુ નમી ગઈ

Taipei: તાઈવાનમાં ફરીથી ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ગઈકાલે સાંજે 5 થી 12 વાગ્યા સુધીમાં 80થી વધુ આંચકા અનુભવાતા સમગ્ર દેશ ધ્રુજી ઉઠ્યો હતો. ભૂકંપની સૌથી વધુ તીવ્રતા 6 થી 6.3 જેટલી નોંધવામાં આવી છે. અગાઉ 3 એપ્રિલે ભૂકંપમાં 14 લોકોના મોત થયાં હતા. ભારતીય સમય અનુસાર સવારે 5.30 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યારે કેટલીક બિલ્ડિંગ પડી ગઇ હતી અને લેન્ડ સ્લાઇડની પણ ઘટના બની હતી.

ભૂકંપનું કેન્દ્ર પૂર્વ કાઉન્ટી હુલિએનમાં 5.5 કિલોમીટર નીચેનું હતું. હુલિએન શહેરમાં બે બિલ્ડિંગને નુકસાન થયું છે જેમાં એક બિલ્ડિંગ પડી ગઇ હતી તો બીજી રોડ તરફ આડી થઇ ગઇ હતી. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ સામાન્ય ઝટકા અનુભવાયા હતા. જોકે, કોઇ જાનહાનિની માહિતી મળી નથી.

હુલિએનના ફાયરબિગ્રેડ વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ બિલ્ડિંગ વધુ નમેલી છે. જોકે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.

આ પહેલા તાઇવાનમાં 3 એપ્રિલે 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 14 લોકોના મોત થયા હતા, તે સમયે પણ ભૂકંપ હુલિએન શહેરમાં જ આવ્યો હતો, જેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું.

Taiwan rocked by most powerful earthquake in 25 years - The Japan Times


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રશાંત મહાસાગરમાં જાપાની નેવીનાં બે હેલિકોપ્ટર અથડાતાં 1નું મોત, 7 સભ્યો ગુમ

આ પણ વાંચો:ગાઝાની હોસ્પિટલમાંથી 300 મૃતદેહોની કબર મળી આવતાં ખળભળાટ, ઈઝરાયેલે વિનાશ વેર્યો હતો

આ પણ વાંચો:ઈઝરાયેલના હુમલામાં ગર્ભવતી મહિલાનું મોત, ડોકટરોએ ગર્ભમાં રહેલા બાળકને બચાવ્યુ