Keshod-Accident/ જૂનાગઢનાં કેશોદમાં લિફ્ટ પટકાતા પ્રૌઢનું મોત

જૂનાગઢના કેશોદમાં લિફ્ટ પટકાતા પ્રૌઢનું મોત થયું છે. સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં લિફ્ટ પડવાની ઘટનામાં આ મોત થયું છે. પિતા-પુત્ર લિફ્ટમાં જઈ રહ્યા હતા. લિફ્ટ પડતા પિતાનું મોત થયું છે અનેપુત્રની હાલત ગંભીર છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 04 23T092201.054 જૂનાગઢનાં કેશોદમાં લિફ્ટ પટકાતા પ્રૌઢનું મોત

જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં લિફ્ટ પટકાતા પ્રૌઢનું મોત થયું છે. સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં લિફ્ટ પડવાની ઘટનામાં આ મોત થયું છે. પિતા-પુત્ર લિફ્ટમાં જઈ રહ્યા હતા. લિફ્ટ પડતા પિતાનું મોત થયું છે અનેપુત્રની હાલત ગંભીર છે. જૂનાગઢ પોલીસે આ મામલે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના કેશોદમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં પિતા-પુત્ર સહિત પાંચ જણા લિફ્ટમાં જઈ રહ્યા હતા. તે સમયે લિફ્ટ ત્રીજા માળેથી પટકાઈ હતી. આ દુર્ઘટનામાં કેશોદ તાલુકાના સરોડ ગામના ગોવિંદભાઈ દેવસીભાઈ ભેડાનું મોત થયું હતું. તેમની ઉંમર 55 વર્ષની છે. જ્યારે તેમના પુત્રની હાલત અત્યંત ગંભીર છે.

પિતાપુત્ર સહિત ત્રણને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. બાકીના બે ટ્રસ્ટની હોસ્પિટલમાં છે અને તેમને સારવાર અપાઈ રહી છે. આ રીતે હોસ્પિટલમાં બતાવવા આવેલી વ્યક્તિનું લિફ્ટ તૂટતા મોત થતું ગમગીની વ્યાપી ગઈ છે. તેનું સમગ્ર કુટુંબ કલ્પાંત કરી રહ્યું છે. તેમા પણ પુત્રની હાલત ગંભીર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ