Not Set/ તાલાલા: મનપાની ઘોર બેદરકારી, હિરણમાં કુદરતી પાણી નહીં માત્ર મનપાએ ઠલવેલું દૂષિત પાણી

તાલાલા, 24, જુન 2018. તાલાલા શહેરનું  દૂષિત ગટરનું પાણી હીરણ નદી મારફત લોકને પીવાના પાણી સાથે ભળતાં રોગચાળા નો ભય ફેલાઈ રહ્યો છે.  તાલાલામાં ભુગર્ભ ગટર યોજના તળે દુષીત પાણીની કોઇ વ્યવસ્થા જ નથી. બે વર્ષથી તૈયાર મશીનરી સડી રહી છે.  મોટા જન સમુદાયના આરોગ્ય સામે ખતરાની ઘંટડી. સરકાર એક તરફ જન આયોગ્યની સુખાકારી માટે […]

Top Stories Gujarat Others
kljfhdlkjfhkhjklfnfkjls તાલાલા: મનપાની ઘોર બેદરકારી, હિરણમાં કુદરતી પાણી નહીં માત્ર મનપાએ ઠલવેલું દૂષિત પાણી

તાલાલા,

24, જુન 2018.

તાલાલા શહેરનું  દૂષિત ગટરનું પાણી હીરણ નદી મારફત લોકને પીવાના પાણી સાથે ભળતાં રોગચાળા નો ભય ફેલાઈ રહ્યો છે. 

તાલાલામાં ભુગર્ભ ગટર યોજના તળે દુષીત પાણીની કોઇ વ્યવસ્થા જ નથી. બે વર્ષથી તૈયાર મશીનરી સડી રહી છે. 

મોટા જન સમુદાયના આરોગ્ય સામે ખતરાની ઘંટડી.

સરકાર એક તરફ જન આયોગ્યની સુખાકારી માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. ત્યારે બીજી તરફ જવાબદાર પાલીકા તંત્રના અને સરકારની પાણી પુરવઠા યોજનાના પાપે હીરણ નદી ગટરના દૂષિત પાણીથી ખદબદી રહી  છે અને મોટા જનસમુદાય માટે મોટા ખતરાની ઘંટડી સમાન બની ગઈ છે. 

સામાન્ય રીતે આ સમયે ઉનાળાની આખર હોવાથી મોટા ભાગના નદી-નાળા સુકાય ગયા છે. પરંતુ આપણે જણાવી દઈએ કે હીરણ નદીમાં આ જે પાણી દેખાય છે તે કુદરતી પાણી નહીં પરંતુ તાલાલા નગરપાલીકાની મહેરબાનીથી તાલાલા શહેર ભરના ગટરના દૂષિત અને ગંદુ પાણી છે. જેના સહારે  આ નદી વધી રહી છે.

 

મનપાના મહેરબાનીને કારણે તાલાલા શહેરના તમામ વિસ્તારનાં ગટરનું પાણી અહીં ઠલવાય છે. જેના કારણે હીરણ નદીના કાંઠે વસતા લોકો માટે મોટી સમસ્યા સર્જાય આવી છે. માત્ર એટલું જ નહીં પરંતુ હીરણ નદીમાં ઠલવાતા ગટરના આ નહીં હીરણ નદીમાં ઠલવાતા ગટરનું આ દુષીત પાણી નદીની મારફતે હીરણ-ઉમરેઠી ડેમમાં ભળી જાય છે. જયાંથી વેરાવળ, સુત્રાપાડા અને પાણી પુરવઠાનાં ૪૨ ગામની જુથ યોજના તળે લોકોને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. આ પ્રક્તિયા ચક્રને કારણે મોટા જન સમુદાયના આરોગ્ય સામે ગંભીર ખતરો સર્જાય તેમ છે. 

આ મુદ્દે જનપ્રતિક્રિયા વ્યક્ત કરતા સ્થાનિક રહેવાસી રાજશી ભાઇ સોલંકીએ આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે,

“મારી વાડી અહીં હિરણ નદીના કાંઠે જ છે. હિરણ નદીનાં દૂષિત પાણીના કારણે જમીનની ફળદ્રુપતાને ઘણું નુકસાન પહોંચ્યું છે. જયારે આ નદીના કારણે અન્ય રોગચાળો પણ પાછલા બે વર્ષમાં ખાસ્સા પ્રમાણમાં વધ્યો છે.”

  

જયારે અન્ય સ્થાનિક જીગ્નેશભાઈ બખાલીયાએ પણ આ મુદ્દે પડકાર ભરી હતી કે,

“આ હિરણ નદીનું પાણી છે. જે અંદાજે છેલ્લા બે વર્ષની અંદર ખુબ જ દૂષિત થયું છે. નદીની અંદર મનપા દ્વારા ગટરનું ગંદુ પાણી ઠલવવામાં આવે છે તથા અન્ય સૌચાલયનું પાણી પણ નાદીમાંભાડે છે જેના કારણે નદીમાં ખુબ ગંદગી ફેલાઈ રહી છે. તંત્રને આ મુદ્દે ઘણીવાર જાન કરવામાં આવી છે પરંતુ તેમના દ્વારા કોઈ પણ ઉપયુક્ત પગલા લેવામાં નથી આવ્યા.”    

 

આપને જણાવી દઈએ કે અહીં ભુગર્ભ ગટર યોજના તળે પમ્પ હાઉસ તો બન્યા છે, પરંતુ તે પમ્પ હાઉસ શોભાના ગાંઠીયા સમાન છે. નિર્માણ થયાને બે વર્ષ થવા છતાં પમ્પ હાઉસ બંઘ હાલતમાં છે. જેના કારણે પમ્પ હાઉસની મશીનરી પણ સડી રહી છે. 

આ બાબતે સ્થાનીકો દ્વારા અવાર નવાર જવાબદાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી.

 

આ બાબતે તાલાલા નગરપાલીકાના પદાઘીકારી અને નગરપાલીકા જીલ્લા આયોજન મંડળના સદસ્ય અમીત ઉનડકટ એ મીડીયા સાથેની વાતમાં જણાવેલ કે,

“ભુગર્ભ ગટર યોજનાની કામગીરી હજુ પૂર્ણ થયું નથી અને તાલાલા નગરપાલીકાને પણ સોંપાયેલ નથી.” 

 

શહેરમાં લોકો એ ગેરકાયદેસર ગટરના જોડાણો આપી દીઘા છે. જે ગટરના પાણી હાલ હીરણ નદીમાં વહી રહયા છે. આ બાબતે જીલ્લા કલેકટર અને સરકારમાં રજુઆત કરી હોવાનું  જણાવેલ છે. 

 

સરકાર એક તરફ જન આયોગ્યની સુખાકારી માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. ત્યારે બીજી તરફ જવાબદાર પાલીકા તંત્રના અને સરકારની પાણી પુરવઠા યોજનાના પાપે હીરણ નદી ગટરના દૂષિત પાણીથી ખદબદી રહી  છે અને મોટા જનસમુદાય માટે મોટા ખતરાની ઘંટડી સમાન બની ગઈ છે.