BAHUCHARAJI/ બહુચરાજી એપીએમસીની પેટાચૂંટણીમાં ભાજપ vs ભાજપ

બહુચરાજી એપીએમસી આમ તો સાવ નજીવી આવક ધરાવતું ખેત ઉત્પાદન બજાર છે.આ એપીએમસી ની આખા વર્ષની માંડ 40 લાખ જેટલી માર્કેટ ફી ની આવક છે.

Gujarat Others
Mantavyanews 1 21 બહુચરાજી એપીએમસીની પેટાચૂંટણીમાં ભાજપ vs ભાજપ

@અલ્પેશ પટેલ

Bahucharaji News: એપીએમસીની પેટા ચૂંટણી એટલે આમ તો સામાન્ય ગણાય અને એ પણ બહુચરાજી જેવી સામાન્ય આવક વાળી એપીએમસીની પેટા ચૂંટણી ક્યારે પૂર્ણ થઈ જાય તેની કોઈને ખબર પણ ન પડે.પણ હાલમાં બહુચરાજી એપીએમસીમાં ખેડૂત વિભાગમાં ખાલી પડેલી એક બેઠક માટે જાહેર થયેલી પેટા ચૂંટણી સમગ્ર રાજ્યના સહકારી રાજકારણ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ચૂંટણી ચર્ચાસ્પદ થવા પાછળનું કારણ એ છે કે આ ચૂંટણીમાં ભાજપના એક પીઢ અગ્રણીએ ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી અને આ કારણે ભાજપે 88 વર્ષના પીઢ સહકારી અગ્રણીને ભાજપે સપેન્ડ કરી દીધા.શુ છે નાના માર્કેટ ની આ મોટી ચૂંટણી આવો જાણીએ……

બહુચરાજી એપીએમસી આમ તો સાવ નજીવી આવક ધરાવતું ખેત ઉત્પાદન બજાર છે.આ એપીએમસી ની આખા વર્ષની માંડ 40 લાખ જેટલી માર્કેટ ફી ની આવક છે.એટલે કે આ એપીએમસી આમ રાજ્ય ની અન્ય એપીએમસી ની તુલનામાં ખૂબ નાનું બજાર કહી શકાય..પણ આ નાના ખેત ઉત્પાદન બજાર ની ચૂંટણી એટલી રસપ્રદ બની જાય છે કે આખા રાજ્યનું સહકારી રાજકારણ નું ધ્યાન આ ચૂંટણી તરફ ખેંચાઈ જાય છે.અગાઉ ભાજપ ના પૂર્વ  ગૃહ મંત્રી રજનીભાઇ પટેલે આ બજારમાં પેનલ ઉતારી અને તેમણે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું.પણ રજનીભાઇ પટેલ ની પેનલ ચૂંટણી ન જીતી શકી.

હવે આ બજારમાં ખેડૂત વિભાગમાં એક બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી.ભાજપ ને હતું કે મેન્ડેડ આપ્યું એટલે ઉમેદવાર બિન હરીફ થઈ જશે.પણ ભાજપ ની તમામ ગણતરી તેમના જ પીઢ સહકારી અગ્રણી વિઠ્ઠલભાઈ પટેલે ખોટી પાડી.ભાજપે આ ચૂંટણીમાં અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને મોટા ગજાના નેતા ગણાતા કિરીટ પટેલ દેવગઢ ને મેન્ડેડ આપ્યું.કિરીટ પટેલ ને મેન્ડેડ મળતા એમ હતું કે બસ હવે ચૂંટણી જીતી ગયા.પણ કિરીટ પટેલ ની સામે વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી.

88 વર્ષીય વિઠ્ઠલભાઈ પટેલ મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન હોવાની સાથે સાથે પીઢ સહકારી અગ્રણી ગણાય છે.તો બહુચરાજીમાં એપીએમસી ની સ્થાપના પણ વિઠ્ઠલભાઈ પટેલે જ કરી હતી.વિઠ્ઠલભાઈ પટેલે ભાજપ ના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા નાની ગણાતી આ ચૂંટણી મોટી બની ગઈ.તો બીજી તરફ ભાજપે પીઢ સહકારી અગ્રણી ને સસ્પેન્ડ કરી દીધા.જો કે વિઠ્ઠલભાઈ પટેલે સસ્પેન્ડ થયા પછી પણ એવું કહ્યું કે ભાજપ ભલે સસ્પેન્ડ કરે તેઓ તો ભાજપમાં જ છે.

બહુચરાજી એપીએમસીમાં હાલ વિજય પટેલ ચેરમેન પદે છે.વિજય પટેલ રજનીભાઇ પટેલની પેનલ ને હરાવીને ચેરમેન બન્યા હતા.જો કે પાછળ થી વિજય પટેલ અને રજનીભાઇ પટેલ વચ્ચે સમાધાન થઈ જતા બહુચરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણી બિન હરીફ કરવામાં આવી હતી.જો કે એપીએમસીમાં પેટા ચૂંટણી આવતા પાછું સહકારી રાજકારણ એ રંગ પકડ્યો અને ભાજપ ના જ બે જૂથ સામ સામે આવી ગયા.. આ કારણે ભાજપે પણ એક્શન લેવી પડી.જો કે હાલના એપીએમસી ના ચેરમેન પણ ભાજપ સાથે જોડાયેલ છે.ત્યારે હવે વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી કરતા આ ચૂંટણીએ રાજકીય રંગ પકડ્યો છે.તો બીજી તરફ વિધાનસભા ની ચૂંટણી લડી ચૂકેલા કિરીટભાઈ પાર્ટી ના આદેશ ને કારણે ઉમેદવાર બન્યા હોવાનું કહી રહ્યા છે.

બહુચરાજી એપીએમસી ની આ ચૂંટણીમાં વિજય મેળવવા હાલ તો બંને જૂથ મરણિયું બન્યું છે.એક તરફ પીઢ સહકારી અગ્રણી તો બીજી તરફ ભાજપ ના સત્તાવાર ઉમેદવાર.આ ચૂંટણી જીતવા ભાજપે આખા તાલુકાના કાર્યકરોને કામે લગાડી દીધા છે.માત્ર 272 મત માટે હાલ ભાજપ ના તમામ સ્થાનિક નેતાઓ રાત દિવસ ના ઉજાગર કરી રહ્યા છે.જો કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે બંને પક્ષ દ્વારા ચૂંટણી જીતવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી