Training For FPO/  સાબરકાંઠા-પ્રાંતિજ ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર વેજીટેબલ-વદરાડ ખાતે FPO માટે એક દિવસિય તાલીમ યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્ડો ઇઝરાઇલ સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર વેજીટેબલ – વદરાડ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં રાજ્યના એફ.પી.ઓ. માટે એક દિવસિય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

Top Stories Gujarat Others
One day training for FPO held at Center for Excellence for Vegetables-Vadarad at Sabarkantha-Prantij

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્ડો ઇઝરાઇલ સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર વેજીટેબલ – વદરાડ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં રાજ્યના એફ.પી.ઓ. માટે એક દિવસિય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતો ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે, જેને કારણે આપણે કૃષિક્ષેત્રે ખૂબ જ સારું પરિણામ જોઈ શકીએ છીએ. આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કૃષિ મહોત્સવ શરૂ કર્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ ગામેગામ જઈ અત્યાધુનિક ખેતી અંગે જાણકારી આપી ખેડૂતોને શિક્ષિત કર્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રને અધ્યતન બનાવવા સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતોને ખેત મજૂર મળતા નથી જેના કારણે ઘણી વખતે તેમને નુકસાન બેઠવું પડે છે. આ સમસ્યાને નાબૂદ કરવા માટે યાંત્રિકીકરણ કાર્યક્રમની વેગ આપવામાં આવ્યો છે જેના માટે રાજ્ય સરકારે ત્રણ ગણું બજેટ ફાળવ્યું છે. પહેલા આપણે ટ્રેક્ટર સહાય માટે અરજીઓ આવતી ત્યારે ડ્રો કરતા હતા પરંતુ આ વખતે જેટલી પણ અરજીઓ આવી હતી તે તમામને આ સહાય આપવા પ્રયત્ન કર્યો છે. તમામ પ્રકારની કુદરતી આપત્તિ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર તૈયાર રહે છે.

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેમની આવકમાં વધારો થાય તે આપણા વડાપ્રધાનનું સ્વપ્ન છે જેના માટે ગુજરાતમાં  આઠ એગ્રો ક્લાઇમેટ ઝોન બનાવી વીજળી, પાણી અને ખાતર ખેડૂત સુધી પહોંચાડવા  સરકાર તત્પર રહે છે. જેના માટે  સુજલામ સુફલામ યોજના, સૌની યોજના જેવી યોજનાઓ થકી કચ્છના  છેવાળાના ખેડૂત સુધી સિંચાઈની સુવિધા પૂરી પાડી છે. આપણે પાકનું મૂલ્ય વર્ધન કરી ફૂડ એગ્રો પ્રોસેસિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. કમલમ, સ્ટ્રોબેરી, ખારેક જેવા બાગાયતી પાકો માટે ગ્રેડિંગ, સોર્ટીંગ,  સ્ટોરેજ, ક્વોલિટી મેન્ટેનન્સ માટે સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ખેતી અંગેની જાણકારી મળી રહે તે માટે સ્માર્ટ ફોન સહાય થકી માહિતીનો વ્યાપ વધાર્યો છે.

નેનો યુરિયા વિશે જણાવતા તેમની કહ્યું કે, નેનો યુરિયા ઉપર વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનત કરી છે દર વર્ષે આપણા ખેડૂતો 35 લાખ મેટ્રિક ટન યુરિયા વાપરે છે. આ એક બેગ પાછળ સરકારે 2000 રૂપિયા ખર્ચવા પડે છે. જેની સામે નેનો યુરિયાની એક બોટલ તેટલું જ રીઝલ્ટ આપે છે અને સરકારને વધારાનો ખર્ચ પણ આવતો નથી.

પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરતાં તેમને જણાવ્યું હતું કે, રાસાયણીક ખેતીના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે આરોગ્ય લથડી રહ્યું છે જમીનની ગુણવત્તા ઘટી ગઈ છે આ તમામ સમસ્યાઓ માટે રાસાયણિક ખાતર જવાબદાર છે માટે રાસાયણિક ખેતી છોડી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે ખૂબ જરૂરી છે સરકાર હર હંમેશા ખેડૂતો ની સહાય માટે તૈયાર છે એફ.પી.ઓ બનાવવા માટેની તમામ પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી છે. જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાનો માલ સીધો ગ્રાહક સુધી પહોંચાડી નફો મેળવી શકશે આ સાથે મૂલ્યવર્ધિત ઉત્પાદનો થકી તેમની આવકમાં વધારો થશે.  છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા રૂ. 30,000 કરોડ ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવી છે. વાવણી પહેલા ટેકાનો ભાવ જાહેર કરી ખેડૂતોની આર્થિક નુકશાનીમાંથી બચાવ્યા છે. ધરતીપુત્રો સમૃદ્ધ બનેએ વડાપ્રધાનનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કાર્યરત છે.

પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ પ્રાસંગિક પ્રવચન માં જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવા માટે વડાપ્રધાન દ્વારા અનેકવિધ પગલાં લેવાયા છે. ભારતમાં ૧૦,૦૦૦  એગ્રો એફ પી ઓ બનાવવાનું લક્ષ્યાંક છે. 300 ખેડૂતોનું એક એફ. પી. ઓ. બને અને એ ખેડૂતો પોતાના પાકનું મૂલ્યવર્ધન કરી સીધું વેચાણ કરે તો તેમને સારી એવી આવક મળી શકે છે. હાલમાં ગુજરાતમાં ૩૬૧ એફ.પી.ઓ. છે જેમાં ૧૦૦ થી વધુ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરે છે. આપણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છીએ. બાવળા ખાતે રેડીએશન ફૂડ પ્રોસેસિંગ યુનિટ ની સ્થાપના થઈ છે.

 આ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડ. કોર્પો.લી. મેનેજિંગ ડીરેક્ટરશ્રી દિપેન શાહ, જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેએ  પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  બાગાયત ખાતાના વિવિધ યોજનાઓના સહાય હુકમનું વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Catfish-Palsana/એમેઝોનના જંગલોમાં જોવા મળતી માછલી પલસાણાના મીંઢોળામાં જોવા મળી

આ પણ વાંચો:Mobile ban/ચાલુ ક્લાસે મોબાઈલનો ઉપયોગ કરનારા શિક્ષકો ચેતી જજો, DEO કરશે કડક કાર્યવાહી

આ પણ વાંચો:National Organ Donation Day/સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે યોજાઇ રેલી,  39મુ ઓર્ગન ડોનેશન