ગુજરાત/ ચામડી દઝાવતી ગરમી શરૂ, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ હીટવેવ રહેશે.

Top Stories Gujarat Others
Heat-wave

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ હીટવેવ રહેશે. રાજકોટ, પોરબંદર, ગીર, ડીસા, પાલનપુરમાં હીટવેવ રહેશે.

ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી ઉંચકાશે. ગુરુવારે ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. તો મોટાભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી આસપાસ પહોંચી ગયુ છે. હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો. રાજ્યમાં ગુરૂવારે સિઝનની અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ. કંડલા એરપોર્ટ પર સર્વાધિક 45 ડિગ્રી તાપમાન રહ્યું. તો સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી ગરમી પડી. અમરેલી,ડીસા અને ભુજમાં પણ 43.4 ડિગ્રી ગરમી પડી. અમદાવાદમાં 43.2 ડિગ્રી આકરી ગરમીથી શહેરીજનો તોબા પોકારી ગયા.

હવામાન ખાતાના મતે ગરમીનું જોર શુક્રવારે હજુ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ વૃદ્ધો અને બાળકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નિકળવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:MLA હવે પોતાના જ 4 મંત્રીઓથી નારાજ, રાહુલ ગાંધીને મળશે

આ પણ વાંચો:આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી બાળકીનું મૃત્યુદેહ મળી આવ્યું,ચાર દિવસથી હતી લાપત્તા