ડ્રગ્સ/ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સો પોલીસ સકંજામાં

પોલીસે બંને ગુનેગારો પાસેથી ૨૦ ગ્રામથી વધુ ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સ ની કિંમત રૂપિયા બે લાખ છે. ડ્રગ્સ બાબતે હવે વધુ તપાસ કરી રહ્યા છે.

Top Stories Others
ડ્રગ્સ

જામનગરમાં બસ સ્ટેશન નજીક હોટેલમાં ઉતરેલા બે શખ્સો એમડી ડ્રગ્સ (MD drugs) સાથે આવ્યા હોવાની વાતને લઈને એસઓજી પોલીસે ગઈ કાલે મોડી રાત્રે દરોડો પાડી બે શખ્સોને દબોચી લીધા છે. પોલીસે બંને ગુનેગારો પાસેથી ૨૦ ગ્રામથી વધુ ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સ ની કિંમત રૂપિયા બે લાખ છે. ક્યાંથી ડ્રગ્સ લાવવામાં આવ્યું, કોને સપ્લાય કરવાની ફિરાકમાં હતા? વગેરે જેવી બાબતોનો તાગ મેળવવવા તેમજ ડ્રગ્સ ના જામનગરમાં ફેલાયેલ નેટવર્કના મૂળ સુધી પહોચવા માટે બંને સખ્સો સામે ફરિયાદ નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


 

મળતી વિગત અનુસાર જામનગરમાં મોડી રાત્રે એસઓજી પોલીસે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીની હાજરીમાં ઓપરેશન પાર પાડ્યું હતું. શહેરના બસ સ્ટેશનની સામે આવેલ હરસિદ્ધિ બિલ્ડીંગમાં બે શખ્સો ડ્રગ્સ સાથે ઉતર્યા હોવાની એસઓજી પોલીસને ચોક્કસ બાતમ મળી હતી. જેના આધારે પોલીસે શોધ શરુ કરી અને રાત્રે અગ્યાર વાગ્યે એસઓજીનો સ્ટાફ બસ સ્ટેશન વિસ્તારમાં પહોચ્યો હતો. જ્યાંથી પોલીસે મોહસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રૂમી અને રીઝવાન મહમદભાઈ કારેઝા નામના બે શખ્સોને પકડ્યા હતા.

પોલીસ સંકજામાં સપડાયેલા બંને શખ્સો જામનગરના જ છે. બંને શખ્સો પાસેથી પોલીસે ૨૦.૪ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. રૂપિયા ૨,૦૪,૦૦૦ની કિંમતનું ડ્રગ્સ કબજે કરી પોલીસે બંને આરોપીની ધરપકડક કરી હતી. બંને સામે પોલીસે એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી છે. મોડી રાત્રે હાથ ધરવામાં આવેલ પોલીસના ઓપરેશન વેળાએ લોકોના ટોળા એકત્ર થયા હતા. આ વિસ્તારમાંથી કોઈ આતંકવાદીઓ પકડાયા હોય એવી વાત ફેલાતા લોકોના ટોળા બસ સ્ટેન્ડ વિસ્તાર ઉમટયા હતા. પોલીસે બંને શખ્સોની વિધિવત પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ પ્રેમસુખ ડેલુ એ જામનગર SP તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે. અને આવતાની સાથે જ હવે સ્થાનિક પોલીસે ગુનાહિત પ્રવૃતિઓ પર દરોડા પડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

 

આ પણ વાંચો : મુર્તઝા અબ્બાસી ISISમાં જોડાવા માંગતો હતો,વિચારધારાથી પ્રભાવિત હતો

આ પણ વાંચો : ધ્રાંગધ્રાના જેગડવા ગામે દંપતિ પર હુમલો કરી મહિલા પર એસીડ ફેક્યું