Not Set/ કોહલીએ આ ફોટો શેર કર્યો, ચાહકોએ ટ્રોલ કરી લખ્યું – આ ચલણ કાપ્યા પછી થયું છે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. વેસ્ટ ઇન્ડીઝના સફળ પ્રવાસના બે દિવસ બાદ વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને ચાહકો દ્વારા જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ફોટામાં વિરાટ શોર્ટ્સ પહેરીને બેઠો છે, જેના વિશે કેટલાક ચાહકોએ ટિપ્પણીમાં લખ્યું છે કે, ટ્રાફિક પોલીસે […]

Top Stories India Sports
virat kohli photo કોહલીએ આ ફોટો શેર કર્યો, ચાહકોએ ટ્રોલ કરી લખ્યું - આ ચલણ કાપ્યા પછી થયું છે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. વેસ્ટ ઇન્ડીઝના સફળ પ્રવાસના બે દિવસ બાદ વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને ચાહકો દ્વારા જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ફોટામાં વિરાટ શોર્ટ્સ પહેરીને બેઠો છે, જેના વિશે કેટલાક ચાહકોએ ટિપ્પણીમાં લખ્યું છે કે, ટ્રાફિક પોલીસે ચલણ કાપ્યા પછી વિરાટની આ સ્થિતિ બની છે.

https://twitter.com/imVkohli/status/1169540309648166913

ભારતમાં તાજેતરમાં ટ્રાફિકના નિયમોને તોડવા માટે દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ મેમો કે ચલણ અંગેના ઘણા પ્રકારના મેમ્સ વાયરલ થઈ રહ્યા છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ત્રણ મેચની ટી -20 અને વનડે શ્રેણી રમી હતી, જ્યારે બે મેચની ટેસ્ટ શ્રેણી. આ પ્રવાસ પર ભારત એક પણ મેચ હાર્યું નથી. ટ્વેન્ટી – 20 અને ટેસ્ટ શ્રેણીમાં ભારતે 3-0 અને  2-0થી વિજય મેળ્યો હતો. જ્યારે તેમની વનડે શ્રેણીમાં પણ 2-0થી વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે વનડે સિરીઝની એક મેચ ઘોવાઇ ગઇ હતી.

વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર હતો. વર્લ્ડ કપ પછી તે ભારતનો પહેલો પ્રવાસ પણ હતો. અહીંથી ટીમ સ્વદેશ પરત ફરશે, ત્યાર બાદ ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટી -20 અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી બંને ટેસ્ટ ભારત માટે ખૂબ મહત્વની હતી. આ શ્રેણી સાથે, ભારતની સફર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શરૂ થઈ હતી. ભારતે બંને મેચ જીતી હતી, ત્યારબાદ તેઓ 120 પોઇન્ટ સાથે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.

રિલેક્સ સમયનાં આ ફોટોને શેર કરતાં વિરાટે લખ્યું, “જ્યાં સુધી આપણે પોતાની અંદર જોઇશું ત્યાં સુધી આપણે બહાર કંઈપણ શોધવાની જરૂર નથી.” અને પછી ફેન અને ફોલોઅર દ્વારા  આ ટ્વીટ કંઇક આ પ્રકારે થયું ટ્રોલ…..

આવા કેટલાક ચાહકોએ વિરાટનું ટ્વીટ ટ્રોલ કર્યું………

VK કોહલીએ આ ફોટો શેર કર્યો, ચાહકોએ ટ્રોલ કરી લખ્યું - આ ચલણ કાપ્યા પછી થયું છે

 

VK1 કોહલીએ આ ફોટો શેર કર્યો, ચાહકોએ ટ્રોલ કરી લખ્યું - આ ચલણ કાપ્યા પછી થયું છે

 

VK2 કોહલીએ આ ફોટો શેર કર્યો, ચાહકોએ ટ્રોલ કરી લખ્યું - આ ચલણ કાપ્યા પછી થયું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.