Not Set/ ભાગેડુ વિજય માલ્યાએ ભારત આવવાનાં સમાચારોનું કર્યુ ખંડન, જાણો શું કહ્યુ

ભારતીય બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયા લઇને ભાગી ગયેલા કિંગફિશરનાં માલિક વિજય માલ્યાને હાલમાં ભારત લાવવામાં આવી રહ્યા નથી. વિજય માલ્યાએ તે મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા છે, જેમાં તેમને જલ્દીથી ભારત લાવવામાં આવ્યાનાં સમાચાર આપવામાં આવી રહ્યા હતા. બધી અટકળો વચ્ચે કિંગફિશરનાં માલિક વિજય માલ્યાએ આ બાબતોને પોતા જ નકારી દીધી છે. જણાવી દઇએ કે, […]

India
a42aac87165fb88416e7c3e70958bfe3 1 ભાગેડુ વિજય માલ્યાએ ભારત આવવાનાં સમાચારોનું કર્યુ ખંડન, જાણો શું કહ્યુ

ભારતીય બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયા લઇને ભાગી ગયેલા કિંગફિશરનાં માલિક વિજય માલ્યાને હાલમાં ભારત લાવવામાં આવી રહ્યા નથી. વિજય માલ્યાએ તે મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા છે, જેમાં તેમને જલ્દીથી ભારત લાવવામાં આવ્યાનાં સમાચાર આપવામાં આવી રહ્યા હતા. બધી અટકળો વચ્ચે કિંગફિશરનાં માલિક વિજય માલ્યાએ આ બાબતોને પોતા જ નકારી દીધી છે. જણાવી દઇએ કે, બુધવારે મીડિયામાં સમાચાર આવ્યા હતા કે વિજય માલ્યાને ભારત લાવવામાં આવી રહ્યા છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે માલ્યાને કોઈપણ સમયે ભારત લાવવામાં આવી શકે છે. તેને ભારત લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. સમાચાર ત્યા સુધી આવ્યા કે તેને ભારતમાં લાવવામા આવશે અને તેને મુંબઈની આર્થર જેલમાં રાખવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સીબીઆઈ અને ઇડીનાં લોકો તેને રાતોરાત લાવી શકે છે, પરંતુ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનાં અહેવાલ મુજબ વિજય માલ્યાએ આ બધા મીડિયા અહેવાલોને નકારી દીધા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનાં સમાચાર મુજબ, માલ્યાએ ભારત પ્રત્યાર્પણને નકારી દીધું હતું. માલ્યાએ ભારતીય મીડિયા પર નિશાન સાધ્યું છે.

ટીઓઆઈએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, વિજય માલ્યાનાં અંગત સચિવે એવા અહેવાલોને નકારતા કહ્યુ કે આવી કોઈ માહિતી નથી. તેમણે વોટ્સએપ મેસેજ દ્વારા કહ્યું હતું કે આવા સમાચાર વિશે માત્ર મીડિયાને જ ખબર છે કે તે શું કહી રહી છે. વળી  લંડન સ્થિત ભારતીય ઉચ્ચ આયોગનાં વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મીડિયાએ સીબીઆઈનાં કોઈપણ જૂના નિવેદન અંગે આ સમાચાર છાપ્યા છે. તેમણે કહ્યું કે માલ્યાને ભારત લાવવાની સ્થિતિ બની નથી. હજુ થોડો સમય લાગશે. વળી સીબીઆઈ અને ઇડીનાં પ્રયત્નો પ્રયત્નો ચાલુ છે, પરંતુ મીડિયામાં ચાલી રહેલા સમાચારને તેમણે નકારી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.