Not Set/ મોદીનો જાદુ છવાયેલો કેમ રહ્યો? વાંચી લો આ 10 કારણો

લોકસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમતી સાથે ઈતિહાસિક જીત મેળવી છે. ચૂંટણી પહેલાં પણ ભાજપની જીતના અનુમાન લગાવામાં આવી રહ્યા હતા. તમામ એક્ઝિટ પોલે એનડીએની જીતનો દાવો કર્યો હતો અને પરિણામની જાહેરાત સાથે તે સ્પષ્ટ પણ થઇ ગયું કે જનતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને તક આપી છે. આ ચૂંટણીમાં એવા ઘણા મુદ્દાઓ હતા જેનો […]

Top Stories India
yfkzs 1 મોદીનો જાદુ છવાયેલો કેમ રહ્યો? વાંચી લો આ 10 કારણો

લોકસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમતી સાથે ઈતિહાસિક જીત મેળવી છે. ચૂંટણી પહેલાં પણ ભાજપની જીતના અનુમાન લગાવામાં આવી રહ્યા હતા. તમામ એક્ઝિટ પોલે એનડીએની જીતનો દાવો કર્યો હતો અને પરિણામની જાહેરાત સાથે તે સ્પષ્ટ પણ થઇ ગયું કે જનતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને તક આપી છે.

આ ચૂંટણીમાં એવા ઘણા મુદ્દાઓ હતા જેનો સંપૂર્ણ હાવી રહ્યા, બીજા શબ્દોમાં કહેવામાં આવે તો  આ મુદ્દા પર જનતાએ પીએમ મોદીને ભરપુર સાથ આપ્યો અને તેમના વિજય પર મોહર લગાવી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આ મુદ્દાઓને જનતા સામે રાખ્યા હતા અને તેના વિશે વાત કરી હતી. ચૂંટણી ઇતિહાસમાં આવું પહેલી વખત થયું છે કે ભારતીય જનતા પાર્ટીને આટલી બેઠકો મળી છે.

આપને જણાવીએ કે સંપૂર્ણ ચૂંટણીમાં ક્યાં મુદ્દાઓ રહ્યા હાવી…

રાષ્ટ્રવાદ

ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના રસ્તા પર ચાલતી પાર્ટી છે. તો બીજી તરફ વિરોધ પક્ષો આ મુદ્દા પર “સોફ્ટ કોર્નર” અપનાવતા જોવા મળે છે, તો ત્યાં જ બીજેપી તેને તેનો એજન્ડા તરીકે માને છે. ભાજપના નેતાઓની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીને આ મુદ્દાના પ્રખર વક્તા માનવામાં આવે છે, કારણ કે તેમના નિવેદનો અને ભાષણોમાં આ વાતો પર વધુ જોર  હોય છે કે પહેલા રાષ્ટ્ર અને બાદમાં પક્ષ અથવા પરિવાર પર ભાર મૂકવામાં આવે છે. તેમણે તેમના ભાષણોમાં રાષ્ટ્રવાદની સર્વોચ્ચતા જાળવી રાખી. માત્ર મોદી જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ પણ રારેલીઓમાં રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાર મુક્યો.

રાષ્ટ્રીય સુરક્ષા

રાષ્ટ્રની સુરક્ષા આંતરિક ભયથી હોય કે બાહ્ય પડકારોથી, નરેન્દ્ર મોદીએ કહે છે કે તેમની સરકારે બંને મોરચા પર ભારતને સુરક્ષિત બનાવ્યું છે. તેમણે આને તેમના ચૂંટણીના ભાષણોમાં પણ શામેલ કર્યા હતા અને જ્યાં જ્યાં રેલીઓ કરવામાં આવી હતી ત્યાં ત્યાં આ મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો. આંતરિક ખતરાના મુદ્દા પર, તેમણે નક્સલવાદ અને બળવાખોર પર લગામ લગવાનો દાવો કર્યો. તેમના જણાવ્યા મુજબ ‘રેડ કોરિડોર’ ને તેમણે  ગ્રીન કોરિડોરમાં રૂપાંતરિત કરવા માટે કામ કર્યું છે. તેઓ હિંસાના માર્ગને અખ્તીયાર કરવાનારા અસામાજિક તત્વોને મુખ્યધારાની રાજકારણમાં લાવાની વાત કરતા રહ્યાં.

આતંકવાદ

આતંકવાદનું નામ આવતા જ પાકિસ્તાનનું નામ આવે છે. નરેન્દ્ર મોદીના મતે તેઓ પાકિસ્તાનને દરેક મોરચા પર અલગ-અલગ કરી તેનો જણાવી દીધું કે વાટાઘાટ અને ત્રાસવાદ બંને સાથે ચાલી ણ શકે. જો કે પાકિસ્તાન આ અપીલથી પ્રભાવિત થયું અને તેના ત્રાસવાદી કારણોમાં બદસ્તૂર જારી રહ્યું. જેમ કે પ્રધાનમંત્રી તેમના ભાષણોમાં બોલતા રહ્યા છે કે ભારત આ મુદ્દાને દુનિયાના ઘણા દેશોમાં લઇ ગયો છે, તેમને જણાવ્યું છે કે પાકિસ્તાન ન માત્ર  દક્ષિણ એશિયાની શાંતિ માટે જોખમ છે, પરંતુ સમગ્ર વિશ્વમાં તેના હિંસક રડાર પર છે.

હિન્દુત્વ

હિન્દુત્વનો મુદ્દો પણ રાષ્ટ્રવાદની જેમ છે જેના પ્રતિ અન્ય પક્ષો ‘સોફ્ટ અપ્રોચ’ અપનાવતી જોવા મળી. પરંતુ ભાજપ આ પર મુખર રહ્યું છે.ત્યારે જરામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડની વાતો થતી રહી. જો કે નરેન્દ્ર મોદી આ મુદ્દે જાહેરમાં બોલવાથી બચતા રહ્યા, પરંતુ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તાજેતરમાં કેદારનાથ-બદ્રીનાથમાં વિધિવત પૂજા પાઠના સંસ્કાર એ સૂચવે છે કે જે મુદ્દા પર અન્ય પક્ષો ચૂંટણી સીજનમાં અખ્તિયાર કરતી રહી. તે મુદ્દા પર ભાજપ ઘણું આગળ નીકળી ગયું છે

સ્વચ્છતા અભિયાન

જો આ ચૂંટણીમાં કોઈ મુદ્દો વધુ ઉઠવામાં આવ્યો હોય તો એ છે સ્વચ્છતા અભિયાન. વડાપ્રધાનએ દરેક ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેવી રીતે તેમની સરકાર અન્ય સરકારોથી અલગ છે. તેઓએ કહ્યું કે ગંદકી અને ગંદાપણાની અસર આપણા ઉપર, પાસેના પડોશી સુધી નહી, પરંતુ દુનિયામાં પર આ  છબી અસ્પષ્ટ થઈ જાય છે. તેના માટે, તેમણે ખુલ્લામાં શૌચથી મુક્ત ભારત બનાવાનો દાવો કર્યો. આ માટે શૌચાલય નિર્માણના અભિયાન ચલાવામાં આવ્યા અને જેમ વડાપ્રધાન તેમના ઝુંબેશમાં આ 100% સફળ બનાવવાનો દાવો કર્યો છે, એવું કહી શકાય કે આ મુદ્દો તેમના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આયુષ્માન ભારત યોજના

ભાજપ અને નરેન્દ્ર મોદી આ યોજનાને નવી ક્રાંતિ કહે છે. તેઓ માને છે કે આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે. તેમના ભાષણોમાં સાંભળ્યું છે કે તે ગરીબો માટે આ એક અદ્ભુત યોજના છે જેનાથી દેશના કરોડો પરિવાર લાભદાયી થઇ રહ્યા છે અને ભવિષ્યમાં હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં આયુષ્માન ભારત હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાઈ) નો શુભારંભ કર્યો હતો. સરકારનો દાવો છે કે આયુષ્માન ભારત દુનિયાની પ્રથમ એવી યોજના છે, જેના હેઠળ 50 કરોડથી વધુ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. નીચલા મધ્યમ વર્ગની 40 ટકા વસ્તીને લાભદાયી બનાવવા વિશે વાત થઇ રહી છે.

ઉજ્જવલા યોજના

આ યોજના નરેન્દ્ર મોદી સરકારની ઘણી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ હેઠળ, ગરીબ પરિવારોને મફત એલપીજી કનેક્શન્સ પૂરું પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ ભોજન બનાવવા માટે, લાકડા, ગોબર વગેરેની ગોઠવણમાં સખત મહેનત કરવામાં આવી હતી, જેમાં ઘણો સમય અને પ્રયત્ન કરવો પડ્યો હતો. લાકડાની અને ઓવનના ધુમાડો સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. હવે ગરીબ પરિવારો બાળકોના મનપસંદ ભોજન અને વાનગીઓને ઝડપથી બનાવવા બની જાય છે. આરોગ્યની પણ સંભાળ લેવામાં આવે છે.આ રીતની વાતો મહિલાઓએ પ્રધાનમંત્રીના મન કિ બાત કાર્યક્રમમાં ઉઠવી છે.

ભષ્ટાચાર

ભાજપ અને નરેન્દ્ર મોદી માટે ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે. નરેન્દ્ર મોદી હંમેશાં કહેશે કે તેમની સરકાર અગાઉની સરકારોથી અલગ રહી કારણ કે કોઈ મંત્રી અથવા નેતા પર અનિયમિતતાઓનો આરોપ મૂકવામાં આવ્યો નહોતો. તેમના ભાષણોમાં, નરેન્દ્ર મોદી કોંગ્રેસના ઘણા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી બોફોર્સ, 2જી થી કૉમનવેલ્થ કૌભાંડમાંસુધીની વાતો કરી છે. ચૂંટણી અભિયાનના અંતે, તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ‘ભષ્ટાચારી નંબર 1’ કહ્યું હતું, જેના બાદ ઘણી બાવલ થઇ હતી.

મહામિલાવટી નેતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણોમાં મહામિલાવટી નેતાઓ’ નો ઉલ્લેખ કરતા સાંભળવા મળ્યા. તેમણે કહ્યું કે વિરોધ પક્ષના નેતાઓ કેન્દ્રમાંથી ભાજપ સરકારને દૂર કરવા અને નરેન્દ્ર મોદીને હરાવવા માટે એકરૂપ થયા છે. તેમણે એવા નેતાઓ વિશે કહ્યું કે જે એકબીજાને કોસતા રહે છે. તેઓ હવે તેને હરાવવા માટે એક બની ગયા છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જે નેતાઓ, ભ્રષ્ટાચારનો આરોપ છે, જે વંશવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે જામીન પર છે, જે કોઈ પણ પાસામાં સત્તા મેળવવા માંગે છે, બધા નેતાઓ તેમને હરાવવા માટે એક બની ગયા છે. વડાપ્રધાનના જણાવ્યા મુજબ, એક તરફ વિરોધ છે અને બીજીબાજુ એકલા મોદી છે.

સુશાસન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસનનું સૂત્ર આપ્યું. 17 મી મેના રોજ ખારગોનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મને આનંદ થાય છે કે  દેશની જનતા રાષ્ટ્રભક્તિની પ્રેરણા, અંત્યોદયાના દર્શન અને સુશાસન મંત્રને લઈને ચાલી રહી છે અને ભાજપ પ્રત્યેના તેમના વિશ્વાસને વ્યક્ત કરી રહ્યા છે. આતંકવાદ અને નક્સલવાદને દૂર કરવા માટેની પ્રતિબદ્ધતાને જનતાનો સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. દેશની ભાવના છે કે આતંકવાદીઓને ઘરોમાં જઈને મારવામાં આવે. સુશાસન મુદ્દાને વડાપ્રધાને અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી જોડી અને અને 25 મી ડિસેમ્બરે સુશાસન દિવસ મનવાની શરૂઆત કરી. દર વર્ષે 25 ડિસેમ્બરે આ દિવસ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.