સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે જસ્ટિસ એસ બોપન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતને શપથ આપવમાં આવશે. કોલેજિયમની ભલામણ પર કેન્દ્ર સરકારે આ ચારના નામોને મંગળવારે લીલી ઝંડી આપી દીધી હતી. આ ચારેયના શપત લીધા પછી સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 31 થઇ જશે અને આ મહત્તમ સંખ્યા નક્કી છે. સુપ્રીમ કોર્ટમાં 11 વર્ષ પછી પ્રથમ વખત જજની સંપૂર્ણ સંખ્યા થશે.
જસ્ટિસ બોસ હાલ ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે અને જજોની અખિલ ભારતીય વરિષ્ઠતા યાદીમાં તેમનું 12 મુ સ્થાન છે. તો ત્યાં જ જસ્ટિસ બોપન્ના હાલ ગુવાહાટી હાઇકોર્ટની ચીફ જસ્ટિસ છે અને વરિષ્ઠતા યાદીમાં તેમનું 36 મુ સ્થાન છે. જ્યારે જસ્ટિસ ગવઈ હાલ બોમ્બે હાઇકોર્ટમાં જજ છે જ્યારે ન્યાય સૂર્યકાંત હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.
જણાવીએ કે કોલેજિયમ જસ્ટિસ બોસ અને જસ્ટિસ બોપન્નાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી પરંતુ સરકારે વરિષ્ઠતા અને ક્ષેત્રીય પ્રતિનિધિત્વના હાવલા આપીને આ બંને નામો પર ફરીથી વિચાર કર્યા હતા. કોલેજિયમ દ્વારા ફરીથી વિચારણા કરવામાં આવી ત્યારબાદ તેઓની નિયુક્તિની ભલામણ કરવામાં આવી હતી.