શતરંજ/ કોંગ્રેસનો કકળાટ : જગદીશ ઠાકોરને બાપુને કોંગ્રેસમાં લાવવામાં રસ અને ક્યાં નેતાને નહિ આવવા દેવામાં

શંકરસિંહ વાઘેલા સાથે વાત થઇ હતી અને બાપુએ જણાવ્યું હતું કે બાપુ ઘરે થોડા બેસે.

Top Stories Gujarat Others
શતરંજ

કોંગ્રેસમાં છાસવારે વિવાદો પ્રકાશમાં આવે છે. એવો જ એક વિવાદ મંતવ્ય ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમ ONE 2 ONEમાં પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફરીથી કોંગ્રેસમાં લેવાના મુદ્દે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રવક્તા મનહર પટેલના વિરોધાભાસી નિવેદનો સામે  આવ્યા છે.

જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને આવકાર આપ્યો છે. જયારે મનહર પટેલે શંકરસિંહ વાઘેલાનો વિરોધ કર્યો છે. જગદીશ ઠાકોરે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં જણાવ્યું હતું કે, તેમને શંકરસિંહ વાઘેલા સાથે વાત થઇ હતી અને બાપુએ જણાવ્યું હતું કે બાપુ ઘરે થોડા બેસે. બાપુ રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવી રહ્યા છે અને તેઓ કોંગ્રેસમાં આવે એવી મારી પણ ઈચ્છા છે. જોકે અંદરખાને કેટલાક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને બાપુ કોંગ્રેસથી દૂર રહે એ જ પસંદ છે. હવે જોવાનું એ રહ્યું કે આ શતરંજમાં કોણ બાજી મારે છે. બાપુને સ્થાન મળે છે કે બાપુ ઘરે બેસે છે.

 આ પણ વાંચો : ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી