Tech News/ ભારતમાં શા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાઈ BGMI? જોવા મળી આ ખામી

ભારતીય એજન્સીઓ દ્વારા વિશ્લેષણના ઘણા રાઉન્ડ બાદ ગૂગલને પ્લે સ્ટોર પરથી આ બેટલ રોયલ ગેમને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. વિશ્લેષણમાં કહેવામાં આવ્યું હતું કે…

Top Stories Tech & Auto
BGMI Banned in India

BGMI Banned in India, ભારતમાં બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) પર બેન મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ ગેમને ચાઈનીઝ કનેક્શનના કારણે બેન લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીએ આ અંગે જાણ કરી હતી. આ બાદ ગૃહ મંત્રાલય (MHA) તરફથી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Meity)ને મળેલા પત્રમાં ભારતમાં આ ગેમ પર બેન મૂકવામાં આવ્યો છે.

સૂત્રો થકી જાણવા મળ્યું છે કે આ ગેમ યુઝરના ડેટાને હાર્વેસ્ટ કરી રહી હતી. આ એક પ્રકારની સાયબર ધમકી હતી. વપરાશકર્તાના ડેટાનો ઉપયોગ કરીને પ્રોફાઇલિંગ કરીને ભારતીય વપરાશકર્તાઓ પર લક્ષિત સાયબર હુમલાઓ કરી શકાય છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, BGMIમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. આમાં સૌથી મહત્વપૂર્ણ ચીન સ્થિત સર્વર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાતચીત કરવાનું હતું. રિપોર્ટમાં સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તે રિબ્રાન્ડેડ એપ્સ જે ચીનમાં સ્થિત સર્વર સાથે વાતચીત કરી રહી છે તેના પર પણ આગામી સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવશે.

ભારતીય એજન્સીઓ દ્વારા વિશ્લેષણના ઘણા રાઉન્ડ બાદ ગૂગલને પ્લે સ્ટોર પરથી આ બેટલ રોયલ ગેમને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. વિશ્લેષણમાં કહેવામાં આવ્યું હતું કે આ એપમાં ઘણી જટિલ મોબાઈલ એક્સેસ પરમિશનની પણ માંગણી કરી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આની મદદથી યુઝર્સના ડેટાને કેમેરા, માઈક્રોફોન, લોકેશન ટ્રેકિંગ અને મેલિશિયસ નેટવર્ક દ્વારા દેખરેખ હેઠળ રાખી શકાય છે. આ એપ્સ ભારતની સુરક્ષા માટે ખતરો છે. આ ઇનપુટ્સ મળતાની સાથે જ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતમાં BGMI પર બેન મૂકતો સત્તાવાર આદેશ હજુ સુધી સામે આવ્યો નથી. પરંતુ, Meityએ આ અંગે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેને એપ સ્ટોર્સ પરથી હટાવી દેવામાં આવી છે. તાજેતરમાં, ગેમના ડેવલપર ક્રાફ્ટને કહ્યું છે કે તે ગેમને પરત લાવવા પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: Jammu Kashmir / પહેલગામમાં 39 જવાનોને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત, 7થી વધારે જવાનોના મોત

આ પણ વાંચો: જહાજ / ચીની જાસૂસી જહાજ યુઆન વાંગ-5 શ્રીલંકા પહોંચ્યું | જાણો જહાજની વિશેષતા અને શા માટે છે ભારતીય નૌકાદળની નજર