Amul Milk/ અમૂલે ફરી દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો ક્યારથી નવો ભાવ લાગુ થશે

અમૂલે દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટ  2022થી લાગુ થશે.

Top Stories Ahmedabad Gujarat
દૂધના ભાવમાં
  • અમૂલ ફ્રેશ મિલ્કના ભાવમાં વધારો
  • 17 ઓગસ્ટથી નવો ભાવ થશે લાગુ
  • અમૂલ ગોલ્ડ, અમૂલ તાજાના ભાવમાં વધારો
  • પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો

સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટ  2022થી લાગુ થશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. બે નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.હવે અમુલ ગોલ્ડ 500 મિલી 31 રૂપિયા, અમુલ તાજા 500 મિલી 25 રૂપિયા, અમુલ શક્તિ 500 મિલી 28 રૂપિયામાં મળશે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ટૂંક જ સમયમાં ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરતા રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત સહિત તમામ જગ્યાએ દૂધના નવા ભાવ લાગુ થઈ જશે. એટલે કે જે અમૂલ ગોલ્ડ દૂધનું પાઉચ 30 રૂપિયા 500ml આવતું હતું તેના માટે હવે 31 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો:ફરી ટાર્ગેટ કિલિંગ, શોપિયાંમાં આતંકીઓએ 2 પંડિત ભાઈઓને ગોળી મારી, એકનું મોત

આ પણ વાંચો:પહેલગામમાં 39 જવાનોને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત, 7થી વધારે જવાનોના મોત

આ પણ વાંચો:ચીની જાસૂસી જહાજ યુઆન વાંગ-5 શ્રીલંકા પહોંચ્યું | જાણો જહાજની વિશેષતા અને શા માટે છે ભારતીય નૌકાદળની નજર