બાદબાકી/ CBSEએ 10મા ધોરણના પુસ્તકમાંથી પાકિસ્તાની કવિ ફૈઝ અહેમદ ફૈઝના શેર હટાવ્યા

CBSEને કવિ ફેઝ અહેમદ ફેઝના શેર હટાવવા માટે અંગ્રેજી અખબારે પ્રશ્નો કરતાં CBSEએ મૌન સેવ્યું હતું અને કોઈ જવાબ આપ્યો ન હતો.

Top Stories India
CBSE

CBSE નો 2022-23 માટેનો શૈક્ષણિક અભ્યાસક્રમ ગુરુવારે બહાર પાડવામાં આવ્યો હતો, જેમાંથી ફૈઝની બે કવિતાઓને દૂર કરવામાં આવી છે. એક દાયકા કરતાં વધુ સમયથી CBSE વિદ્યાર્થીઓએ NCERT ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં  ‘લોકશાહી રાજકારણ II’ ના વિભાગ ‘ધર્મ, કોમવાદ અને રાજકારણ – સાંપ્રદાયિક, બિનસાંપ્રદાયિક રાજ્ય’ વિભાગમાં ફૈઝ અહેમદ ફૈઝ દ્વારા ઉર્દૂમાં આ કવિતાઓ વાંચી છે. પરંતુ હવે તેને અભ્યાસક્રમમાંથી બહાર કરી દેવામાં આવી છે.

નવા અભ્યાસક્રમમાં પૃષ્ઠ નંબર 46, 48, 49 પરના ફોટોગ્રાફ્સ સિવાય ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજકારણ પરનો  અભ્યાસક્રમ ચાલુ રહેશે. આ ત્રણ પેજમાંથી બે પર પોસ્ટર બનાવવામાં આવ્યા છે જ્યારે એક પર રાજકીય કાર્ટૂન બનાવવામાં આવ્યા છે. માત્ર બે પોસ્ટરો અને કાર્ટૂન છે જે અભ્યાસક્રમની સામગ્રીમાંથી છોડી દેવામાં આવ્યા છે. CBSEને  આ અંગે અંગ્રેજી અખબારે પ્રશ્નો કરતાં CBSEએ મૌન સેવ્યું હતું અને કોઈ જવાબ આપ્યો ન હતો.

અગાઉ અભ્યાસક્રમમાં ફૈઝ અહમદ ફેઝ દ્વારા ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેને લાહોરની જેલમાંથી એક રીક્ષામાં દંત ચિકિત્સકની ઑફિસમાં સાંકળો બાંધીને લઈ જવાયા હતા. ફેઝના બે છંદોમાંથી એકને એનજીઓ દ્વારા પોસ્ટર બનાવાયું હતું. જેમાં સામાજિક કાર્યકરો શબનમ હાશ્મી અને હર્ષ મંડેરનો સમાવેશ થાય છે. બીજું પોસ્ટર, ફૈઝની અન્ય કવિતાઓના અંશો સાથે, ભારતની સ્વૈચ્છિક આરોગ્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, જે પોતાને 27 રાજ્ય સંગઠનોના ફેડરેશન તરીકે વર્ણવે છે.

ફેઝે તેની આ કવિતાની રચના 1947માં તેમની ઢાંકાની યાત્રા દરમિયાન કરી હતી. જે કાર્ટૂન દૂર કરવામાં આવ્યું છે તે અજીત નિનાનનું કાર્ટૂન છે, જે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પરથી લેવામાં આવ્યું છે. કાર્ટૂનમાં ધાર્મિક ચિહ્નોથી શણગારેલી ખાલી ખુરશી દર્શાવવામાં આવી છે, કેપ્શન સાથે, “આ ખુરશી નામાંકિત મુખ્ય પ્રધાન માટે તેમની બિનસાંપ્રદાયિક ઓળખ સાબિત કરવા માટે છે.

આ પણ વાંચો : હાર્દિક પટેલને લઇ  કમલનાથનું મોટું નિવેદન, કહ્યું- સમજાવવાની કોશિશ કરવી જોઈએ

મંતવ્ય