Not Set/ સીએમ કેજરીવાલના ચાલુ ભાષણમાં જ લોકોએ શરુ કરી દીધું આ કામ અને પછી….

નવી દિલ્લી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને પોતાના જ કાર્યક્રમમાં ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. તેમણે ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે જયારે તેઓ ભાષણ આપી રહ્યા હશે ત્યારે તેમને આવી બાબતનો સામનો કરવો પડશે. ગુરુવારે એક સરકારી કાર્યક્રમમાં સીએમ ભાષણ આપી રહ્યા હતા. આ કાર્યક્રમ સ્વરછ ગંગા રાષ્ટ્રીય પરિયોજના અને યમુના સ્વરછતા અંગે હતો. […]

Top Stories India Trending Politics Videos
kejriwal coughing સીએમ કેજરીવાલના ચાલુ ભાષણમાં જ લોકોએ શરુ કરી દીધું આ કામ અને પછી....

નવી દિલ્લી

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને પોતાના જ કાર્યક્રમમાં ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. તેમણે ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે જયારે તેઓ ભાષણ આપી રહ્યા હશે ત્યારે તેમને આવી બાબતનો સામનો કરવો પડશે.

ગુરુવારે એક સરકારી કાર્યક્રમમાં સીએમ ભાષણ આપી રહ્યા હતા. આ કાર્યક્રમ સ્વરછ ગંગા રાષ્ટ્રીય પરિયોજના અને યમુના સ્વરછતા અંગે હતો. સરકારી કાર્યક્રમમાં સીએમ અરવિંદ કેજરીવાલ ઉપરાંત કેન્દ્રીય ગંગા સંરક્ષણ મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જેવું સીએમે બોલવાનું શરુ કર્યું કે તરત ભાજપના કાર્યકર્તાઓએ ઉધરસ ખાવાનું ચાલુ કરી દીધું હતું. ઉધરસ ખાઈને તેઓ સીએમના ભાષણમાં અડચણ બનવાનું કામ કરી રહ્યા હતા. નીતિન ગડકરી અને હર્ષ વર્ધને લોકોને શાંતિ રાખવા માટે કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે આ સરકારી કાર્યક્રમ છે અહિયાં શાંતિ રાખવી જોઈએ. આ કાર્યક્રમમાં દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા. જળ સંસાધન મંત્રી સત્યપાલ સિંહ અને બીજા ભાજપના કાર્યકર્તાઓ પણ શામેલ હતા.

તમને જણાવી દઈએ કે કેજરીવાલ વર્ષ ૨૦૧૬ સુધી ઉધરસની સમસ્યા સામે લડી રહ્યા હતા. બેંગ્લોરમાં તેમણે એક હોસ્પિટલમાં સર્જરી પણ કરાવવી પડી હતી. ૨૦૧૫માં પીએમ મોદીએ પણ તેમને ડો. નાગેન્દ્ર સાથે સારવાર કરાવવાની સલાહ આપી હતી.